ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરના નિર્માણ માટે રવિવારે એક કરોડ રૂપિયાથી વધારે યોગદાન આપ્યું. કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી સીએન આશ્વત નારાયણ કાર્યાલયે રવિવારે જણાવ્યું કે, ખ્રિસ્તી સમુદાયના સભ્યોએ રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
અયોધ્યામાં રામજન્મભૂમિ બનનાર રામ મંદિર માટે ડોનેશનનું અભિયાન ચલાવી રહ્યાં છે. લોકોને રામ મંદિર નિર્માણ માટે દાન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. ડોનેશનની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ લોકોએ ચંદો આપવાનું પણ શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પણ દાન લેનારાઓ પણ આની જાણકારી આપી રહ્યાં છે. રામ મંદિરના નિર્માણ માટે મોટા ઉદ્યોગપતિઓને લઈને સામાન્ય વ્યક્તિ સુધી દાન આપવા માટે આગળ આવી રહ્યાં છે. ઈનકમ ટેક્સ નિયમોને લઈને પણ દાન આપવાના અનેક નિયમ છે.