Gujarat

ગરૂડા એપની કામગીરીમાંથી મુક્તિ આપવા પાટણમાં પ્રાથમિક શિક્ષકો ની ચૂંટણી અધિકારીને રજૂઆત

પાટણ
પાટણ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી જિલ્લામાં બીએલઓ તરીકે કામગીરી કરતા પ્રાથમિક શિક્ષકોને ગરૂડા એપની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર અપાયું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, હાલમાં મતદારયાદી સુધારણાની કામગીરી દરેક જિલ્લામાં ચાલી રહી છે. દર રવિવારે બીએલઓને મતદાન બૂથ પર બેસીને દિવસ દરમિયાન મતદાર યાદી કામગીરી કરવાની હોય છે. આ કામગીરી કરવા શિક્ષકો પાસે ગરૂડા એપ ડાઉનલોડ કરવાની મરજીયાત હોવા છતાં એપ ફરજિયાત ડાઉનલોડ કરી કામગીરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે, તે યોગ્ય નથી.
બીએલઓની કામગીરી લોક પ્રતિનિધિત્વ ધારાહેઠળ ના હોવા છતાં અધિકારીઓ દરેક પરિપત્રને અંતે લોકપ્રતિનિધિત્વ જાેગવાઈ મુજબ કાર્યવાહી કરવાનો ડર બતાવી શિક્ષકોને માનસિક તણાવમાં લાવવા મજબૂર કરે છે. તો આ ગરૂડા એપની કામગીરીમાંથી અમારા શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાલમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયેલું હોવાથી શિક્ષકો શાળાકીય કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં વારંવાર મામલતદાર કચેરી બોલાવવામાં આવે છે.

Garuda-app-to-primary-teachers-in-Patan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *