Gujarat

ગાંધીનગરના રૂપાલના વરદાયિની માતાના મંદિરમાં ચોકીદારે જ દાનપેટીની ચોરી કરી હતી

ગાંધીનગર
રૂપાલ ગામના વરદાયિની માતાજીના મંદિર પરિસરનીગુપ્તદાન પેટીમા ૧૦ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. દાનપેટીમા નોટોની સંખ્યા ઓછી જણાતા મંદિરના ટ્રસ્ટ્રીઓએ સીસીટીવી ચેક કરતા ત્રણ દિવસના સીસીટીવી ચેક કરાતા એક જ વ્યક્તિ દ્વારા ચોરી કરાઈ હોવાનુ સામે આવી રહ્યુ હતુ. જેને લઇને મંદિર દ્વારા રખાયેલા ચોકીદારને તેનો ચહેરો બતાવ્યો હતો. મંદિરના ટ્રસ્ટ્રી મંડળ દ્વારા ૨ ચોકીદાર રાખવામા આવ્યા હતા. તે ઉપરાંત ૩ જીઆરડી જવાનનો પોઇન્ટ ગોઠવવામા આવ્યો હતો કુલ ૫ ચોકીદાર હોવા છતા ચોરી થઇ હતી. ત્યારે ચોકીદારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો, જેમા ગ્રામ રક્ષક દળમા ૧૩ વર્ષથી ફરજ બજાવતો અને વરદાયિની માતાજીના મંદિરે ૩ વર્ષથી પોઇન્ટ સંભાળતો અશોક ઉર્ફે બોમ્બે માણેકલાલ પટેલ (રહે, રૂપાલ) દ્વારા ચોરી કરાઈ હતી. પેથાપુર પોલીસે આ બાબતે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ બાદ ગામમાં હાલ આ ચોકીદાર સામે માતાજીના મંદિરમાંથી નાણાં ચોરવાના કૃત્ય બદલ ગામલોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.અને તેની સામે પગલા લેવા માગ કરી રહયા છેરૂપાલ વરદાયિની માતાજીના મંદિરમા ત્રણ દિવસ ચોરી થઇ હતી. મંદિર પરિસરમા આવેલી દાનપેટીમાં સળિયો નાખી નોટો બહાર કાઢવામા આવી હતી. મંદિર પરિસરમા ચોકી માટે ૫ કર્મચારી મોરચો સંભાળી રહ્યા હતા. તેમ છતા ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનામા મંદિર પરિસરમાં પોઇન્ટ આપેલા જીઆરડી જવાને જ ચોરી કરી હતી આર્થિક સ્થિતિ ખરાબ થતા ચોરી કરવાની નોબત આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમા રજૂ કરવામાં આવતા ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

The-watchman-stole-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *