ગાંધીનગર
ગત મહિનામાં સરકારે ભરતી અંગેના પ્રશ્નોને લઈને કરેલી સ્પષ્ટમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૧૮માં લેવાએલ ્ઈ્-૧ના કુલ ૬ હજાર ૩૪૧ પાસ ઉમેદવારો સામે ફક્ત ૫૨ ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે.તે સાથે ૨૦૧૭માં લેવાયેલી ્ઈ્-૨ ના કુલ ૫૦ હજાર ૭૫૫ પાસ ઉમેદવારો સામે ફક્ત ૩ હજાર ૩૩૫ ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે ૯ થી ૧૨ની શિક્ષણ સહાયક ભરતી, કોલેજમાં પ્રાધ્યાપક ભરતી અને ધોરણ ૧ થી ૮ની અન્ય માધ્યમ વિદ્યાસહાયક ભરતી હાલમાં જ કરવામાં આવી છે.પરંતુ ગુજરાતી માધ્યમની ૩૩૦૦ ની વિદ્યાસહાયક ભરતી હજુ મુલતવી છે.વિદ્યા સહાયકોની ભરતી ન થતા હવે ઉમેદવારો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ-૨ પાસ ઉમેદવારો એકઠા થયા. જ્યાં તેમણે બેનર દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો. તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. શિક્ષિત બેરોજગાર સંઘની આગેવાનીમાં એકઠા થયેલા ઉમેદવારોનું કહેવું છે કે- રાજ્યમાં ૪૭ હજાર જેટલા ટેટ પાસે ઉમેદવારો બેરોજગાર છે. તેમની ભરતી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.. લેખિત અને રૂબરૂ મળીને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી ભરતી ન થતાં હવે ધીરજ ખૂટી છે. ૨૦૧૮ પછી ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારોની ભરતી નથી કરાઇ. જેના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ પ્રદર્શન યોજ્યા હતા. જે મામલે પ્રદર્શનકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. કપરા કોરોના કાળમાં બેરોજગારી જ્યારે અતિશય વધી રહી છે, ત્યારે સરકારનું પ્રાથમિક શિક્ષણ વિભાગ વિદ્યાસહાયકની ભરતીને લઈને ઠંડુ વલણ અપનાવે છે. તેથી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ધીરજની પણ પરીક્ષા લેવાય છે. અન્ય શિક્ષણ સંબંધિત ભરતી રાબેતા મુજબ ચાલી રહી છે ત્યારે આ ઉમેદવારોને સરકાર તરફથી ફક્ત આશ્વાસન મળતું રહ્યું છે. ૨૦૨૧ જાન્યુઆરીમાં તત્કાલિન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૯૨૭ સહાયક પ્રધ્યાપકો અને ૫૭૦૦ સહાયક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક બનવા માંગતા ટેટ પાસ કરેલા અંદાજે ૫૦૦૦૦ ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગાર છે. ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી કરવા માટે ટેટ પાસ શિક્ષિત ઉમેદવારો ૪૦ વખત શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હાલ પ્રાથમિક શાળામાં અંદાજે ૯ હજાર જેટલી જગ્યાઓ ખાલી છતાં ૩ વર્ષથી ભરતી બંધ રાખવામાં આવી છે.