ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીને લઈ તમામ પક્ષ રંગેચંગે પોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તેવામાં ગુજરાતમાં એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી પણ ખુબ જ જાેરોશોર થી પોતાના પક્ષને જીતાડવા પ્રચાર- પ્રસાર કરી રહી છે તેવામાં આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ગાંધીનગર ખાતે આવી કાર્યકરોને પ્રોત્સાહન આપવા તેમજ ચુંટણીમાં રોડ શો કરી આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન કરવા માટે એક રોડ શોનો કાર્યક્રમ કર્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
