જિલ્લામાં નવા 15 કેસ સાથે કુલ પોઝિટિવનો આંકડો 7649એ પહોંચ્યો છે. કોરનાની વિદાય શરૂ થઇ હોય તેમ 190 દિવસના લાંબા અંતર બાદ શુક્રવારે 15 કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું પણ શુક્રવારે મોત નહી થતાં આરોગ્યતંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે કોરોનાની સારવારને અંતે વધુ 25 દર્દીઓ સાજા થતાં જિલ્લાની 6790 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાથી સંક્રમિતોમાં વિદ્યાર્થીની, વેપારી, ગૃહિણી, સિક્યુરીટી જવાન, શિક્ષક, પ્રોફેસર, બિઝનેસમેન સહિતનો સમાવેશ થાય છે.
મનપા વિસ્તારમાંથી નવા 7 કેસમાં સેક્ટર-3માંથી 68 વર્ષના વૃદ્ધ, 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7ના 47 વર્ષીય પ્રોફેસર, સેક્ટર-22ના 61 વર્ષીય બિઝનેશમેન, સેક્ટર-24ના 68 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-13ના 37 વર્ષીય શિક્ષક, સેક્ટર-26ના 45 વર્ષીય સિક્યુરીટી જવાન સંક્રમિત થયો છે. દર્દીના સંપર્કવાળા 22 વ્યક્તિઓને કોરન્ટાઇન કરાયા છે. ગાંધીનગર તાલુકામાંથી 7 કેસમાં અડાલજમાંથી 30 વર્ષીય યુવતી, 61 વર્ષીય વેપારી, કુડાસણમાંથી 36 વર્ષીય ગૃહિણી, 51 વર્ષીય આધેડ, સરગાસણમાંથી 18 વર્ષીય વિદ્યાર્થીની, 28 વર્ષીય યુવતી, ગીફ્ટસીટીનો 26 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. કલોલ તાલુકાના સાંતેજના 42 વર્ષીય વેપારી કોરોનાગ્રસ્ત થયા છે.
