ગાંધીનગર
ગાંધીનગર ફાયર બ્રિગેડના વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરની સેક્ટર ૨૫ જીઆઇડીસીમાં આવેલ એગ્રોસ ઈમ્પેક્ક્ષ પ્રાઈવેટ લિમિટેડ કંપની ધ્વારા ઈન્ડિયા લેવલે ૐજીઇઁ નંબર પ્લેટ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ કંપનીના માલિક તરલ વર્મા વિદેશમાં છે. જ્યારે મેનેજર તરીકે કપિલભાઈ પોપટ ફરજ બજાવે છે. ગઈકાલે ઉક્ત કંપનીની બહાર સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતો હતો. તે સમયે અચાનક કંપનીમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને આગ લાગી હતી. જેને ઓલવવાના પ્રયાસો નિરર્થક ગયા હતા. એ દરમ્યાન કોલ મળતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડ રાજકુમાર રાજપૂત સહિત ૧૫ ફાયરના જવાનો ત્રણ ફાયરનાં ટેન્કરો લઈને પહોંચી ગયા હતા.ગાંધીનગર સેકટર-૨૫ જીઆઈડીસીમાં વાહનોની ૐજીઇઁ નંબર પ્લેટ બનાવતી એગ્રોસ ઈમ્પેક્ક્ષ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક શોટ સર્કિટના કારણે લાગેલી આગને ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ ટેન્કર તેમજ ય્ૈંડ્ઢઝ્રનાં ૫-૭ ટેન્કરો માંથી ૫૦ હજાર લીટર જેટલું પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે કંપનીમાં શંકાસ્પદ રીતે મૂકી રાખવામાં આવેલા અંદાજે ૧૬૮૦ લીટર ઓઈલના ૮ ડ્રમ સમય સૂચકતા વાપરી બહાર કાઢી લઈ ફાયર બ્રિગેડ ધ્વારા મોટી દુર્ઘટના અટકાવી દેવાઈ હતી. એક તરફ પાણીનો સતત મારો ચાલુ રાખી ફાયર ના અન્ય જવાનોની મદદથી ઓઈલ ભરેલા આઠ ડ્રમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અને બે ત્રણ કલાલની ભારે જહેમત પછી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી રાહતનો દમ લીધો હતો. આ આગમાં એલ્યુમિનિયમની ૐજીઇઁ નંબર પ્લેટો તેમજ અન્ય સરસામાન બળીને ખાખ થઈ ગયાં હતાં. આ અંગે ઈન્ચાર્જ ફાયર ઓફિસર રાજકુમાર રાજપુતે જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સિક્યુરિટી નું કહેવું હતું. જાે કે કંપનીમાં ઓઈલના ૮ ડ્રમ શંકાસ્પદ રીતે પડેલાં હતાં. એક ડ્રમમાં અંદાજે ૨૧૦ લીટર ઓઈલ ગણીએ ટોટલ ૧૬૮૦ લીટર ઓઈલ ૮ ડ્રમમાં હતું. જેને સમયસર કાઢી લેવામાં આવ્યું હતું. જાે આગે વધુ પ્રસરી હોત અને ઓઇલનાં ડ્રમ સુધી પહોંચી હોત તો બહુ મોટી દુર્ઘટના થતાં નકારી શકાય તેમ નથી. કંપનીના મેનેજરે કપિલભાઇએ કહેલું કે, અલગ ઓટો મોબાઈલ કંપનીની આશરે ૪૦-૫૦ કંપનીનાં વાહનોની નંબર પ્લેટ બનાવવાનું કામ અમારી પાસે છે. ગઈકાલ ની આગમાં કેટલું નુકશાન થયું તે સર્વે પછી જ જાણી શકાશે. આગે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાણીના ટેન્કરોમાંથી સતત પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. જેથી ય્ૈંડ્ઢઝ્ર નાં ૫-૭ પાણીના ટેન્કરો પણ મંગાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન કંપનીમાં ઓઈલ ના ડ્રમ જાેઈ ઈન્ચાર્જ ફાયર ઓફિસર રાજકુમાર રાજપૂત એલર્ટ થઈ ગયા હતા.


