Gujarat

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં મહાસંગ્રામ જાેવા મળ્યા

ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ થવાની ઘટનાઓ બની છે. કુડાસણમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી હોવાના અહેવાલ છે. વોર્ડ ૧૦ હેઠળ આવતા સેક્ટર ૬માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સેક્ટર-૧૫ વોર્ડ-૬માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના ૫૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ ૫ હેઠળ આવતા સેક્ટર ૨૨ નાં ૧૦૦થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું હતુ. જાેકે, જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ તેમ ક્યાંક હોબાળા થવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. સેકટર-૧૫ વોર્ડ નં-૬માં આમ આદમી પાર્ટીના ૫૦થી વધુ કાર્યકરો ટોપી પહેરીને ફરતાં હોવાથી ડિટેન કરનામાં આવ્યા છે. ટોપી પહેરેલા આપના કાર્યકરોના આઈ કાર્ડ માંગવામાં આવ્યા હતાં. જ્યારે વોર્ડ ૫ હેઠળ આવતા સેક્ટર ૨૨નાં ૧૦૦થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો થયો હતો. કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં આજે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે. તો ક્યાંક એક બીજા પક્ષ પર આક્ષેપ પણ કરવામાં આવી રહ્યાં છે. સેક્ટર-૨૪માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા જણાતા કોંગ્રેસે વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. ત્યારબાદ કાર્યકરોએ ખેસ ઉતાર્યા હતા. જ્યારે સેકટર-૧૫ વોર્ડ નં-૬માં આમ આદમી પાર્ટીના ૫૦થી વધુ કાર્યકરો ટોપી પહેરીને ફરતાં હોવાથી ડિટેન કરનામાં આવ્યા છે. જ્યારે વોર્ડ ૧૦ હેઠળ આવતા સેક્ટર ૬માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો તથા બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપનો દાવો આમ આદમી પાર્ટીએ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે વોર્ડ નં.૧૧ ના ભાટ ગામમાં બીજેપીએ બોગસ વોટિંગ કરાવતા આમ આદમી પાર્ટીએ અને તેમની લીગલ ટીમે વાંધો લેતા ગાંધીનગર એસ પી.મયુર ચાવડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગર મનપા વિસ્તારમાં ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો માટે ૨.૮૨ લાખ મતદારો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. મનપા ચૂંટણી માટે ૨૮૪ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૪૪ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર સ્થાનિક પોલીસની સાથે એસઆરપી જવાનોને પણ ફરજ સોપવામાં આવી છે.આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત, ભાજપ-કોગ્રેસના આક્ષેપ બાદ વોર્ડ ૫ હેઠળ આવતા સેક્ટર ૨૨નાં ૧૦૦થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે પણ હોબાળો થયાના અહેવાલ સામે આવ્યાં છે. આપના કાર્યકરોને પોલીસે ડિટેન કરતાં આપની ટીમ કલેક્ટરને મળવા ગઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ હેરનગતી કરે છે, જે અંગે અમે કલેક્ટર કુલદીપ કારીયા સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટરે જણાવ્યુ છે કે, પોલીસને બુથથી ૨૦૦ મીટર દુર કોઇને રોકવાનો અધિકાર નથી. કોઇ પણ કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી કંઇપણ તમને હેરાનગતી થતી જણાય તો લીગલ ટીમ હાજર છે તેમને જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *