Gujarat

ગાંધીનગર સિવિલમાં પોલીસ રૂમને ફરી ખસેડી દેવાયો

ગાંધીનગર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઘણાં વિવાદોથી ઘેરાયેલું છે. રાત પડતાં જ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની જતાં સિવિલ કમ્પાઉન્ડમાં અંધારપટ છવાયેલું રહેતું હોય છે. જેનો અસામાજિક તત્વો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. એમાંય વળી કમ્પાઉન્ડમાંથી છાશવારે વાહનો ચોરાઇ જતાં હોવા છતાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરાતી નથી. થોડા મહિના અગાઉ સિવિલમાંથી નવજાત બાળકનાં અપહરણની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. તે સમયે પણ પોલીસને સીસીટીવી વિનાના કેમ્પસના કારણે અત્રેથી કોઈ ફળદાયી હકીકત મળી ન હતી. આખરે વિવિધ ટીમો બનાવીને જાહેર માર્ગોના અઢળક સીસીટીવી જાેયાં પછી પોલીસે બાળકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. એ સમયે પણ સિવિલ તંત્રના માથે માછલા ધોવાયા હતા. પણ આજ સુધી સિવિલના પેટનું પાણી હલતું નથી. પણ તઘલખી ર્નિણય લેવામાં સિવિલ તંત્ર અવ્વલ રહેતું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પોલીસને વર્ષોથી રૂમ ફાળવવા માં આવ્યો હતો. જેનાં કારણે અહીં આવતાં મુલાકાતીઓમાં પણ રૂમમાં બેઠેલી પોલીસને જાેઈને ડર રહેતો હતો. પણ ત્રણેક મહિના અગાઉ આયોજન વિનાનો ર્નિણય લઈને વર્ષોથી સ્થાયી પોલીસ રૂમને ખસેડીને દવા મૂકવાના ગોડાઉન વાળો રૂમ ફાળવી દેવાયો હતો. જેની બારીઓ તૂટેલી,ઉભરાતી ગટર, ઉંદરોની આવન જાવન, મચ્છરોનો ત્રાસ તેમજ છતમાંથી પાણી ટપકવા સહિતની પ્રાથમિક સવલતો નો અભાવ હતો. તેમ છતાં સિવિલ તંત્ર દ્વારા રાતોરાત ર્નિણય લઈને પોલીસને આ રૂમ ફાળવી દેવાયો હતો. ત્યારે ફરજના ભાગરૂપે ફરજ પરના પોલીસ સ્ટાફે સ્વ ખર્ચે આ રૂમની કાયાપલટ કરીને અલાયદો પોલીસ રૂમ બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારે ટૂંકા ગાળામાં જ સિવિલ તંત્રએ ફરીવાર પોતાના આ ર્નિણય બાબતે ફેરવી તોળ્યું છે. હવે રાતોરાત અલાયદા પોલીસ રૂમને ખસેડીને ફરી પાછો મૂળભૂત જગ્યાએ રૂમ ફાળવી દેવાયો છે. અને હાલનાં અલાયદા રૂમમાં ફરી દવાઓ મૂકવાનું ગોડાઉન બનાવવા કવાયત શરૂ કરી દેવાઈ છે જાે કે આ બાબતે પોલીસે સિવિલ તંત્રને સ્વ ખર્ચે રૂમની મરામત કરાવી હોવાની રજૂઆત કરી ત્યારે અમે ક્યાં કહ્યું હતું રૂમને રિનોવેશન કરાવો તેવો સિવિલ તંત્રએ બે જવાબદારી ભર્યો જવાબ આપી દેવાયો છે. આમ હાલમાં તો પોલીસ પણ સિવિલ તંત્ર સામે લાચાર બનીને ફરીવાર રૂમ ખાલી કરવાની મથામણ કરી રહી છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રના આયોજન વિનાના તઘલખી ર્નિણયનો વધુ એક ઉત્તમ દાખલો જાેવા મળ્યો છે. હજી ત્રણેક મહિના અગાઉ જ વર્ષોથી તાત્કાલિક સારવાર વિભાગમાં કાર્યરત પોલીસ રૂમને ખસેડીને દવા મૂકવાના પ્રાથમિક સુવિધાઓ વિનાના ગોડાઉનમાં રૂમ ફાળવી દેવાયો હતો. હવે મુખ્યમંત્રીની મુલાકાત પછી સિવિલ તંત્રએ ફરી પાછો એ રૂમ પોલીસ પાસેથી છીનવી લઈને મૂળભૂત જગ્યાએ રૂમ ફાળવી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *