ગાંધી જયંતી નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં શહેર ભાજપ સંગઠન દ્રારા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે સમુહ ખાદી ખરીદી કરી હતી.જેમાં નરેન્દ્રભાઈ દવે,કેશુભાઈ પંચાળા,હરીભાઈ સભાડ,સંજયભાઈ ગદાણી,ઈશ્વરભાઈ પંચાળા,ડો.ધરાબેન ત્રિવેદી,કનકબેન સાપરા,હરેશભાઈ જાંબુકીયા,માધવ સભાડ સહીત રાણપુર શહેર ભાજપ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારોએ સમુહ ખાદી ખરીદી કરી હતી.આ સમયે રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,ધીરૂભાઈ ઘાઘરેટીયા તેમજ નિરવ ડાભી ખાસ હાજર રહ્યા હતા


