ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગીર સોમનાથ ના આદર્શ ગામો બાદલપરા / નગડીયા
આઝાદી બાદ ક્યારેક પણ આ ગામ માં ચૂંટણી યોજાઈ નથી..
છેલ્લા બે દાયકા એટલે કે પાંચ ટર્મ થી મહિલા સમરસ બોડી ગ્રામ પંચાયત નું સંચાલન કરે છે.
આ વખતે પણ ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે.
બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાત નું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓ નું શાશન સ્થપાયું છે.
અમર શહીદ ધાનાબાપા બારડ, રાજ્ય ના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ના માદરે વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે.
સામાજિક અને સર્વાંગી વિકાસ ના પર્યાય એવા બાદલપરા ગામ માં મહિલાઓ ને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવા ની નેમ સાથે બાદલપરા ગામ માં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓ ને જ 20 વર્ષ થી ગ્રામપંચાયત માં સતાનું સુકાન સોંપવા માં આવે છે.
અને ગ્રામજનો દ્વારા સર્વાનુમતે જ્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓ ને સતા સ્થાને બેસાડે છે ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામ ને અત્યાધુનિક સુવિધાઓ થી સજ્જ ગામ બનાવવા માં સફળ રહી છે.
આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નલ સુવિધા થી સજ્જ બન્યું છે.
બાદલપરા ગામ માં આ વખતે અનુસૂચિત અનામત હોય જેથી ગામના અનુસૂચિત સમુદાય માંથી મુક્તાબેન વાળા ની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યો ની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે.
છેલ્લી પાંચ ટર્મ માં એટલે કે વિસ વર્ષ માં મહિલા શાશન માં બાદલપરા ગામ અનેક એવોર્ડ થી વિજેતા બન્યું છે.
ગામ ની સમરસ મહિલા સરપંચ બોડી ગામ ના વિકાસ ને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસ ને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.
વાળા કાંતાબેન તનસુખભાઈ ( સરપંચ )
કછોટ પુરીબેન વિજયભાઈ ( ઉપસરપંચ)
બારડ નયનાબેન રામભાઈ (સદસ્ય)
ચાવડા કોમલબેન કિશોરભાઈ (સદસ્ય)
પંપાણીયા રમાબેન માંડણભાઈ (સદસ્ય)
બારડ રાજીબેન રમેશભાઈ સોલંકી અર્ચનાબેન નરેન્દ્રભાઈ (સદસ્ય)
સોલંકી
(2) ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામ માં આઝાદી બાદ નથી થઈ સરપંચ ની ચૂંટણી દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ બિનહરીફ આખી મહિલા પેનલ
અંદાજિત 2000થી 2500 ની વસ્તી ધરાવતું ગામ ગામની બિનહરીફ પેનલ સમસ્ત મહિલા ની અને ગામના હાલના તલાટી મંત્રી પણ મહિલા
નગડિયા ગામમાં તમામ સમાજના લોકો રહેશે
ગામના મહિલા સરપંચ ભારતીબેન હરેશ ભાઈ બલદાનીયા નગડીયા ગામમાં આઝાદી બાદ સરપંચની ચૂંટણી જ નથી થઈ સરપંચ નાં ઇલેક્શન ને બદલે ગામલોકો ગામમાં મંદિરે ભેગા થઈ ને સરપંચનું સિલેક્સન કરેસે અગાઉ મહિલા સરપંચ ભારતીબેન તાલુકા સદસ્ય તરીકે પણ રહી ચૂકયા છે
નગડીયા ગામનું કુલ મતદાન અંદાજિત 1100 નું છે .
સરકાર શ્રી દ્વારા આવા ગામો ની યાદી તૈયાર કરી વિશેષ મહત્વ આપવામાં આવે અને અલગથી પેકેજ આપવામાં આવે.ગુજરાત રાજ્યમાં ગણ્યા ગાંઠયા ગામો હશે જ્યાં ક્યારેય સ્વરાજ ની ચૂંટણી થયજ નથી.બીજા નંબરે તેવા ગામો સિલેક્ટ કરવામાં આવે જે 4./ 5 ટર્મ થી સમરસ થાઇ છે અને ત્યાર બાદ 3/1 ટર્મ ના ગામોની યાદી તૈયાર કરી વિશેષ પેકેજ ફાળવવા માં આવે જેઠી આજે સ્વરાજ ની ચૂંટણી માં ભાઈ/ભાઈ .કાકો/ભત્રીજો.સાસુ/વૉવ. પિતરાઈ ભાઈ/ભાઈ અને કુટુંબી જનો સામસામે આવેશે અને કુટુંબ/અને ગામોમાં ક્લેશ નું પ્રમાણ વધી રહ્યું છે તે બંધ થાય અને ભાઈ ચારાનો નો માહોલ ઉભો થાય તેવું હાલ ના સમય મુજબ સરકાર દ્વારા વિચાર કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ ને વિકાસ ની હરણ ફળમાં સ્પર્ધા કરવી બીજા સ્ટેટો માટે પડકાર સાબિત થાય. અને ગુજરાત માં શાંતિ અને અમન નો માહોલ સ્થાપિત થાઈ.
એક વાત અહીંયા કહેવીજ પડે છે કે હાલ જ્યાં ગામો 3.થી ઉપર સમરસ થઈ રહ્યા છે ત્યાં નોનસ્ટોપ મહિલા પેનલજ આવી છે. વેરાવળ નું બાદલપરા .કોડીનાર નું દુદાના અને ગિરગઢડા નું નગડીયા..
અહીંયા પેલી પંક્તિ સાર્થક થઈ શે
“નારી તું નારાયણી”
જોગાનુજોગ…
વેરાવળ તાલુકાનું બાદલપરા અને ગિરગઢડા તાલુકાનું નગડીયા ગામ જ્યાં આજ સુધી સ્વરાજ ની ચૂંટણી નથી યોજાય તે બન્ને ગામો માં આહીર સમાજનું પ્રભુત્વ છે બાદલપરા માં બારડ પરિવાર ત્યારે નગડીયામાં બલદાનીયા પરિવાર. બન્ને ની રાશિ જોગાનુજોગ ધન થાય. કેવા સંજોગ છે.


