ઊનાન – વિધાતાએ લખેલા લેખમાં કોઇ મેખ મારી શક્તુ નથી. આ કહેવત સાર્થક થતી હોયય તેમ ગીરગઢડામાં ૩ ફુટના વરરાજો ડી.જેના તાલે બગીમાં ૨.૭૫ ફુટની કન્યા સાથે સપ્તપદીનાન સાત ફેરા ફર્યા હતા. અને વરરાજાની જોડીને ઉપસ્થિતી લોકોએ આર્શીવાદ પાઠવ્યા હતા.
ગીરગઢડામાં રહેતા ભીખાભાઇ કાળુભાઇ બાંભણીયા ઉ.વ.૩૦ તેમની લંબાઇ ૩ ફુટની હોય રસુલપરા ગામના હંસાબેન વશરામભાઇ સોલંકી ઉ.વ.૨૮ તેમની લંબાઇ ૨.૭૫ ની છે. ત્યારે ૩ ફુટના વરરાજા પરણવા નજીક આવેલ રસુલપરા ગામે ધામધુમથી ડિ.જેના તાલે અને બગીમાં બેસી જાન લઇ પહેચી ગયેલા અને લગ્ન મંડપમાં ૨.૭૫ ની કન્યા સાથે સપ્તપદીના સાતફેરા ફર્યા હતા. આ લગ્ન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ હતો. આ વરરાજાની જોડીને લગ્નમાં ઉપસ્થિત મહેમાન લોકોએ આર્શીવાદ પાઠવ્યા હતા. લગ્ન થયા બાદ વરધોડો કાઢવામાં આવેલ ત્યારે બગીમાં બેસી નિકળતા લોકો આ જાન જોવા ઉમટી પડ્યા હતા. જોકે ૩ ફુટના ભીખાભાઇ જયમુરલીધર રામામંડળના કાર્યક્રમમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન પોતાના ઘર કામ કરતા હોય આમ ૩ ફુટના વરરાજા અને ૨.૭૫ ફુટની કન્યા સાથે લગ્ન સંપન્ન થતા લોકોમાં હર્ની લાગણી ફેલાયેલ હતી.


