સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના ગામના ખેતરમાં ગઈ રાતે ચાર સિંહો આવી ચડ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવે છે. આ ખેતરના ખૂણામાં પડેલા ખાટલામાં ત્રણ સિંહો અને એક સિંહે ખાટલા નીચે લંબાવ્યું…ઠંડી વધતાં સિંહોએ હવે ખાટલાનો સહારો લીધો. ખાટલા પર આરામ કરતા ચાર સિંહોના ફોટા થયાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં. હવે શિયાળો પાકો… હવે સિંહો પણ માનવીય સુખસગવડો માણતાં થયાં.. અંગ્રેજીમાં કહેવત છે ને કે નેસેસિટી ઈઝ મધર ઓફ ઈન્વેન્શન..!! જો કે આ તો બે ઘડીની મોજ છે.. કદાચ સિંહો એ જાણવા માગતાં હશે કે આ માનવીઓને ખાટલા પર આરામની પળો કેવી હશે?? કંઈક એવું તો નહીં હોયને ભાઈ…? પરંતુ કડવું સત્ય એ છે કે જંગલ ટૂંકું થતું જતું હોય તેવી સ્થિતિમાં પછી સિંહરાજાએ પણ ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરો ખૂંદવા મજબૂર બન્યાં હોય તો પણ ના ન કહેવાય..!


