Gujarat

ગીર ગઢડા તાલુકાના સનવાવ ખાતે  ગુર્જર ક્ષત્રિય કડિયા-નાઘેર સમાજનો ૧૭મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

૩૩ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરી
     ગિરગઢડા તા 25
     ભરત ગંગદેવ.
        ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ખાતે  ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ (નાઘેર) દ્વારા ૧૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં  ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ૩૩ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરી હતી.
        આ પ્રસંગે ભોજન સમારંભના દાતા   કુ. પ્રેક્ષા ઉર્વિબેન ભરતભાઈ ટાંકે નવદંપતિઓને આર્શીવાદ પાઠવતાં જણાવ્યું હતું કે, આજે પ્રભુતામાં પગલાં પાડનારા તમામ નવદંપતિઓ સુખ-સમૃધ્ધિ પામી એકબીજામાં ઓતપ્રોત થઇ જીવન વિતાવે તેવી શુભકામના પાઠવું છું. તેમણે કહ્યું કે, આપણો સમાજ ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવા કાર્ય કરીએ તથા સમાજની સાચી શક્તિ યુવાશક્તિ છે ત્યારે યુવાનોએ જાગૃત થઈ વ્યસનોને તિલાજંલી આપી સમાજને શિક્ષિત અને સંગઠીત બનાવવા આગળ આવવું પડશે. તેમ તેમણે જણાવ્યું હતું.
       આ પ્રસંગે અગ્રણી  પ્રકાશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, આપણે સામાજીક રીતે ખૂબ સંગઠીત બન્યા છીએ ત્યારે સમાજના દરેક નાના-મોટા કાર્ય માટે સમાજને વર્તમાન સમયની જરૂરીયાત મુજબ વધુમાં વધુ મદદરૂપ બનીએ.
          ભરતભાઈ ટાંકે જણાવ્યું  કે, આપણી ગુરૂ ગાદી સતાધારની કૃપા અને આર્શીવાદથી આપણો સમાજ એક તાંતણે બંધાઇ  રહ્યો છે એ સંગઠીત સમાજની સાચી દિશા છે. તેમણે કહ્યું કે પૂજ્ય ગુરૂજીના આશીર્વાદથી સમાજને આગળ વધારવામાં આપણે સૌ યોગદાન આપીએ.
          આ પ્રસંગે  ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિના મંત્રી અને સમાજના યુવા કાર્યકર  ડો. જેસીંગભાઈ પરમારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સતાધારના મહંત  પરમ પૂજ્ય  વિજય બાપુ ગુરૂવર્ય  જીવરાજબાપુએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વચન પાઠવ્યા હતાં.
          આ સમૂહ લગ્નમાં સમિતિના પ્રમુખ તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયત સદસ્ય  હિરજીભાઈ પરમાર દ્વારા મહેમાનો અને દાંતા  ઓનું પુષ્પગુચ્છ, શાલથી સન્માન કરવામાં આવ્યુ હતું.
           ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ (નાઘેર)ના પ્રમુખ  મંત્રી  તેમજ કોરાબારી સભ્યો  ઓએ વર-કન્યાઓને અશ્રુભીની આંખે વિદાય આપી સુખમય સંસારની શુભેચ્છાઓ પાઠવી હતી.
         આ પ્રસંગે સમાજના અગ્રણી સર્વ  નારણબાપા,  વાલજીભાઇ પોરીયા,  કરશનભાઈ ગેડીયા,  લાલજીભાઈ મકવાણા-મહુવા, જીગ્નેશભાઈ-મહુવા,  નાગજીભાઈ ગેડીયા,  મનસુખભાઈ રાઠોડ તેમજ સમાજના દાતા શ ઓ, અગ્રણીઓ અને જ્ઞાતિજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Attachments area

IMG-20211124-WA0377.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *