Gujarat

ગીર સોમનાથ જિલ્‍લામાં ચૂંટણી સંદર્ભે ખાનગી મિલકતો પર બેનર્સ હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંધ

રાજ્યના ચૂંટણી પંચ તરફથી તા. ૨૨/૧૧/૨૦૨૧ નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.

        અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને મળેલ સત્તા રૂઈએ ચૂંટણી દરમ્યાન ખાનગી મિલકત/ સ્થળ/ જમીન ઉપર ચૂંટણી પ્રચારના બોર્ડ, બેનર્સ, કમાન, તોરણ પોસ્ટર વિગેરે મુકવા ઉપર હુકમો જારી કરાયા છે. જો સ્થાનિક કાયદાઓ ખાનગી જગ્યાઓ પર દિવાલ પર લખાણ કરવા, પોસ્ટરો ચોંટાડવા, પાંટિયા, ઝંડા/ લખાણો વિગેરે લગાડવાની મંજુરી આપતા ન હોય તો ખાનગી મિલકતના માલિકની મંજુરી મળી હોય તો પણ ખાનગી જગ્યા ઉપર/ દિવાલ ઉપર કરી શકાશે નહિં, પોસ્ટરો ચોંટાડી શકાશે નહિ, પાંટીયા/ ઝંડા/ લખાણો લગાડી શકાશે નહિ, કોઈપણ સ્થાનિક કાયદા હેઠળના કોઈપણ પ્રતિબંધને આધિન રહીને રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટો, કાર્યકર્તાઓ અને ટેકેદારો અન્ય કોઈ વ્યક્તિને અગવડ ન પડે તે રીતે તેમની પોતાની મિલકત ઉપર તેમના ચૂંટણી પ્રતિકને દર્શાવતા તેમના પક્ષના બેનર, ફલેગ લગાવી શકાશે પરંતુ શરત એ રહેશે કે તેઓ સ્વેચ્છાથી અને કોઈપણ પક્ષ, સંગઠન કે વ્યક્તિ તરફથી કોઈપણ પ્રકારના દબાણ વગર તેમના ખુદના સંકલ્પની આમ કરતા હોય, સ્થાનિક કાયદાઓ જ્યા તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામા દિવાલો ઉપર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની , હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્યા ચૂંટણી લડતા ઉમેદવારો અથવા સબંધીત રાજકીય પક્ષોએ મિલકતના માલિક પાસેથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે અને તેની ફોટો નકલો નિયત પ્રોફોર્માના પત્રક સાથે તેમાં (ખાનગી) મિલકત જે માલિક પાસેથી આવી પરવાનગી મેળવી હોય તેનું નામ અને સરનામુ, આ હેતુ માટે તેના દ્રારા કરવામાં આવેલા અથવા કરવામાં આવનાર ખર્ચ તેમા દર્શાવીને, તે ચૂંટણી અધિકારીને અથવા આ હેતુ માટે તેમના દ્રારા પદમાનિત કરવામા આવેલ અધિકારીને મોકલી આપવાની રહેશે. ચૂંટણી અધિકારી અથવા ચૂંટણી નિરીક્ષક અથવા ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારી સરળતાથી તપાસ કરી શકે એ માટે ચૂંટણી લડતા ઉમેદવારે ગામ/ વિસ્તાર/ નગરવાર આવી માહિતી, આવશ્યક પરવાનગી મેળવી લીધા પછી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને અથવા અધિકૃત અધિકારીને પુરી પાડવાની રહેશે.

        આ હુકમ તાત્કાલીક અસરથી ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *