Gujarat

ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ના હસ્તે ચરોતર બિઝનેસ icon એવોર્ડ કઠલાલના હાર્દિક ભટ્ટ ને એનાયત કરવામાં આવ્યો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના રેવન્યુ consultancy નું કામ કરતા ઉધ્યમી અને નામાંકિત એવા હાર્દિક ભટ્ટ ને ચરોતર બિઝનેસ icon એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા દિવ્યભાસ્કર દૈનિક પેપર દ્વારા આજરોજ આણંદ ખાતે આવેલ મધુભાન રિસોર્ટ ની અંદર ચરોતરના ઉદ્યમી અને નામાંકિત વ્યવસાયિકોને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે પધારેલ અતિથિ વિશેષ તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી જેઓ હાલમાં કાયદો-વ્યવસ્થા અને મહેસુલ વિભાગનો કેબિનેટ નો દરજ્જો ધરાવે છે એવા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ના હસ્તે કઠલાલના નામાંકિત અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા હાર્દિક ભટ્ટ ને ચરોતર બિઝનેસ icon એવોર્ડ ની સ્મૃતિ તેમજ સાલ ઓઢાડી  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડા જિલ્લાના નામાંકિત વ્યવસાયિકોને પણ અભિવાદન કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હાર્દિક ભટ્ટના જણાવ્યા અનુસાર શૂન્યમાંથી સર્જન કરી તેમજ બ્રહ્મ સમાજની લાગણી અને અન્ય સમાજોના સેવાના કાર્યો બદલ મને જે અવોર્ડ મળેલ છે તે બદલ હું દરેક સમાજ નો આભારી છું આમ તેઓ એ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પોતાને ચરોતર બિઝનેસના icon માટે યોગ્ય ગણવા બદલ દિવ્ય ભાસ્કર તેમજ સિલ્ડ અર્પણ કરવા બદલ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20211206-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *