કેન્દ્રના કર્મચારીને રૂ.૧૦૦૦ અને ગુજરાતના કર્મચારીને રૂ.૩૦૦ આ ક્યાનો અન્યાય…
ઊના – ગુજરાતના નિવૃત તેમજ ચાલુ નોકરી કરતા તમામ કર્મચારીઓને મેડીકલ ભથ્થુ રૂ.૩૦૦ માસીક આપે છે. જ્યારે કેન્દ્રના તમામ કર્મચારીને માસીક મેડીકલ ભથ્થુ રૂ.૧૦૦૦ આપવામાં આવે છે. કારણકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના કર્મચારીને મેડીકલ ભથ્થુ રૂ.૧૦૦૦ આપે છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી તથા નિતીન પટેલ ૬ વર્ષના લાંબા સમયમાં નિતી વિષિયક નિર્ણય લઇ ન શક્વાના કારણે કર્મચારીને દર મહીને રૂ.૭૦૦ ની ખોટ આવે છે. આથી ગુજરાતના કર્મચારીને ન્યાય આપવામાં આવે તેવી તમામ કર્મચારી પેન્શનર્સ દ્વારા તા.૧ જાન્થુ. ૨૦૧૬થી રૂ.૭૦૦ લેખે એરીઅર્સ મળે તેવી માંગ સાથે નિવૃત સીનીયર સીટીજન કર્મચારી જે ડી પઢીયાર એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજુઆત કરી હતી.
