Gujarat

ગુજરાતના સુરતમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

સુરત
સુરતમાં ૬૯ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ૬૪૨૬ લોકો રહે છે. તેથી આ લોકો નવરાત્રીનું આયોજન કરી શકશે નહીં. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા એવો પણ ર્નિણય કરવામાં આવ્યો છે કે, ગરબા લેવા ઈચ્છતા લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. જે લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા નહીં હોય તેઓ ગરબા રમી શકશે નહીં.રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાના કારણે રાજ્ય સરકારે લોકોને તહેવારમાં વધુને વધુને છૂટછાટ આપવામાં આવી રહી છે. જન્માષ્ટમી બાદ હવે રાજ્ય સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી છે. ત્યારે નવરાત્રીની શરૂઆત પહેલા જ સુરતના અલગ-અલગ વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતના પીપલોદ, રાંદેર અને ભરથાણામાં કોરોના બ્લાસ્ટ થયો છે. સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચિંતાના મુકાઈ ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યા પર કોરોનાના કેસ વધુ આવે છે તેને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેથી હવે તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનમાં ગરબા પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેથી કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં રહેલા લોકો નિરાશ થયા છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ર્નિણય કરવામાં આવ્યો છે. આ બાબતે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે તેમાં નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે વિસ્તારમાં વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે તેવા વિસ્તારને આઈડેન્ટીફાય કરવામાં આવી રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રીના તહેવારમાં લોકો વધારે પ્રમાણમાં એકઠા થાય છે. તેથી અમે લોકોને લોકોને કોરોના વેક્સીનના બે ડોઝ લેવા માટેની અપીલ કરી રહ્યા છે. આ બાબતેના પ્રયાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આશિષ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યા પર કોરોનાના કેસ વધુ આવી રહ્યા છે ત્યાં અમારા આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ટ્રેસિંગ અને ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. તેથી કોરોનાના કેસ વધુ ન ફેલાય.

Surat-Contenment-zone.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *