Gujarat

ગુજરાતના ૩ શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર

ગાંધીનગર
ક્રૂડ ઓઈલના ભાવ ફરી એક વખત નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડના ભાવ થોડા કલાકોમાં ફરી વધીને ઇં ૮૦ પ્રતિ બેરલ થઈ ગયા. આ પછી, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં ૨ ઓક્ટોબર પેટ્રોલ પંપ પર એક લિટર પેટ્રોલની કિંમત વધીને ૧૦૨.૧૪ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમત વધીને ૯૦.૪૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ સપ્તાહમાં સોમવારથી શનિવાર સુધી પેટ્રોલ ૯૦ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. ઘણા રાજ્યો એવા છે જ્યાં પેટ્રોલની કિંમત સદીનો આંકડો પાર કરી ગઈ છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાતા અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશમાં ડીઝલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે. ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ને પાર થઈ ગયું છે.જ્યારે ડીઝલે પણ ૯૯ રૂપિયાની સપાટી વટાવી દીધી છે. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કર્યો છે.. ગુજરાતમાં ભાવનગર, બોટાદ અને વેરાવળમાં ફરી એક વખત પેટ્રોલે ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી છે. જ્યારે ડીઝલનો ભાવ ૯૯ રૂપિયાને પાર થઈ ગયો છે.

Petrol-Diesel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *