Gujarat

ગુજરાતના 4 જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ, વહીવટી તંત્ર એલર્ટ

ગુજરાતના જૂનાગઢ અને સુરત જિલ્લા બાદ હવે રાજ્યના અન્ય બે જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ (Gujarat Bird Flu Case) સામે આવ્યા છે. હવે વડોદરા અને વલસાડ જિલ્લામાં બર્ડ ફ્લૂની (Bird Flu) પુષ્ટિ થઈ છે. આ સિવાય તાપી, કચ્છ, નર્મદા, મહેસાણામાં પણ પક્ષીઓના મોતના સમાચાર સામે આવ્યા છે.

વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં મૃત મળી આવેલા 25 કાગડાઓમાંથી 5ના સેમ્પલ તપાસ માટે ભોપાલ સ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 3 કાગડાના રિપોર્ટમાં બર્ડ ફ્લૂની (Bird Flu) પુષ્ટી થઈ ગઈ છે.

રાજ્યમાં બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફ્લૂએન્જા) નો (Bird Flu In Gujarat) પ્રથમ કેસ 8 જાન્યુઆરીએ સામે આવ્યો, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બે પક્ષીઓના સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ હતી. જે બાદ સુરત જિલ્લાના બારડોલીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ હતી.

બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે, તે બર્ડ ફ્લૂનો (Gujarat Bird Flu) સામનો કરવા માટે ગુજરાત સજ્જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જિલ્લાઓમાં પક્ષીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે.

જૂનાગઢના બાંટવા ગામમાં અલગ-અલગ 53 પક્ષીઓ મોતને ભેટ્યા હતા. જેમના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ સુરત, વડોદરા, તાપી, કચ્છ, નર્મદા, વલસાડ અને મહેસાણા જિલ્લામાં પણ પક્ષીઓના મોત થતાં તેમના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ મુજબ, જૂનાગઢ, વલસાડ, સુરત અને વડોદરામાં મૃત મળી આવેલા પક્ષીઓમાં (H5N8 વાઈરસ) બર્ડ ફ્લૂ સામે આવ્યા બાદ તકેદારી રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *