જિલ્લા કલેક્ટરો, પોલીસ કર્મચારીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ વૅક્સીનનો પ્રથમ ડોઝ લેશે
ગાંધીનગર: ગુજરાતમાં આજથી કોરોના વૅક્સીનેશનના (Corona Vaccination In Gujarat) બીજા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ કર્મચારીઓને કોરોનાની રસી (Covid Vaccine) આપવામાં આવશે.
આ વૅક્સીનેશન અભિયાનમાં (Corona Vaccination In Gujarat) રાજ્યભરના જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યૂન્સિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓને વૅક્સીન (Corona Vaccine) લગાવવામાં આવશે. જ્યારે પોલીસ, રેવન્યૂ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ વૅક્સીન (Covid Vaccine) આપવામાં આવશે.
જણાવી દઈએ કે, અમદાવાદના અસારવા સ્થિત સિવિલ મેડીસિટીમાં પણ કોરોના મહા વૅક્સીનેશન અભિયાનનો (Corona Vaccination In Gujarat) આરંભ થશે. સિવિલ મીડીસિટીની અલગ-અલગ હોસ્પિટલોમાં સરકારી કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવશે. આ માટે 16 વૅક્સીનેશન સેન્ટર્સ (Corona Vaccination Centers) બનાવવામાં આવ્યા છે. જ્યાં 2100 પોલીસ કર્મચારીઓને વૅક્સીનનો (Covid Vaccine) ડોઝ આપવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ (Ahmedabad Civil Hospital) જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબૂ જેવા વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં કોરોના વૅક્સીનનો (Corona Vaccine) પ્રથમ ડોઝ લેશે.
ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, 16 જાન્યૂઆરીથી રાજ્યમાં વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination In Gujarat) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી બે લાખથી વધી લોકોને વેક્સીન (Covid Vaccine) અપાઈ ચૂકી છે. સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે, અત્યાર સુધી જેટલા લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે, તેમાંથી કોઈ પણ વ્યક્તિને સાઈડ ઈફેક્ટની ગંભીર ફરિયાદ સામે નથી આવી.