વડોદરા
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(ડ્ઢય્ઁ) આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી. ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ છે. પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઈડ એન્ડ રૂલ શરૂ થતા આંદોલન ઠરી ગયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશથી ૨૪ કલાકમાં ૨૨૯ પોલીસ કર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ છે. પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છુટવાનું શરૂ થઈ ગયું હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા પોલીસ કર્મચારીઓ સહિતના વ્યક્તિઓ સામે ૬ જેટલી હ્લૈંઇ પણ વધી હતી. અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૭ વ્યક્તિઓ સામે પોલીસને ગેરમાર્ગે દોરવા સબબ ફોજદારી ગુના નોંધાયા હતા.એવામાં આ પ્રકારે આડેધડ ઈન્કવાયરીના આદેશોથી પોલીસ કર્મચારીઓમાં ભારે રોષ ભભુક્યો છે.
