અમદાવાદ
ગુજરાતમાં આ જ સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા ત્રણ ગણાથી વધારે થઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ મુજબ, ૨૦૧૪માં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા ૨૬૯૧ હતી જે ૨૦૨૦માં ૯૮૪૭ સુધી પહોંચી ગઈ છે. ૨૦૧૪માં રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રતિનિધિત્વ માત્ર ૩.૬૪ ટકા હતું અને સમગ્ર દેશમાં સરેરાશ ૬.૧૧% પ્રતિનિધિત્વ હતું. બીજી તરફ, ૨૦૨૦ના રિપોર્ટ રાજ્યમાં પ્રતિનિધિત્વ ૧૧.૭૧ ટકા થઈ ગયું છે, જ્યારે દેશની સરેરાશ ૧૦.૩૦% છે.રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૭ વર્ષના સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૧૪માં જ્યાં તેમની સંખ્યા ૧.૫ લાખ જેટલી હતી. બીજી તરફ ૨૦૨૦ સુધી તેમાં બમણો વધારો થયો છે. આ સંખ્યા હવે ૨.૧૫ લાખ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એવી ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. હવે એવું નથી રહ્યું. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.