Gujarat

ગુજરાત આર્ટ સોસાયટી અને ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત આર્ટ સોસાયટીનો બીજો મેગા આર્ટ કેમ્પ તા. ૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૧ જેમાં સમગ્ર ગુજરાત તેમજ મુંબઈના કુલ ૫૫ જેટલાં કલાકારો આવી પોતાની કલાસાધનાને ઉજાગર કરશે.

આદરણીય કલાગુરુશ્રી રવિશંકર રાવળના જન્મ જયંતિના શુભ દિને એક વિચાર આવ્યો કે ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી કલાની સાચી સમજણ પહોંચાડી મૌલિક સર્જન કરતા એ છેવાડાના કલાસર્જકની સેવા કરવા અને દુનિયાભરના મુળ ગુજરાતી કલાકારોની પડખે ઊભા રહી તેમને સેવા આપવા તથા તેમની સેવા લેવા એક સોસાયટીની સ્થાપના કેમ ન કરવી જોઇયે ? જ્યાં સર્જક તેમના વિચારોની સ્વતંત્રતા કાયમ રાખી, જરૂર પડ્યે તેમની સેવાની આપલે પણ કરી શકે. એવી કલા સોસાયટી જે ક્યારેય વાડાબંધી તેમજ શેઢાનું નિર્માણ ન કરે. કોઈપણ કલાકાર આ સોસાયટી સાથે જોડાયેલ હોય કે બહાર હોય, તેને એક પરિવારની ભાવનાથી લાગણીસભર જોવામાં આવે॰ “કલાનુ સંરક્ષણ અને સંવર્ધન” એ આ સોસાયટીનો મુખ્ય ધ્યેય હોય, જેને આપણે ગુજરાત આર્ટ સોસાયટી તરીકે ઓળખી શકીએ. આવી પરિવારિક કલા સોસાયટીનોબીજો કાર્ય શિબિર ગાંધર્વપૂર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારા ખાતે તા. ૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે જેમાં સમગ્ર ગુજરાત તેમજ મુંબઈના કુલ ૫૫ જેટલાં કલાકારો આવી પોતાની કલાસાધનાને ઉજાગર કરી વિક્રમ સંવત ૨૦૭૮ના શરૂ થયેલ નવા વર્ષે ગુજરાતી કલાની ઓળખ ઊભી કરશે. આ કાર્યશિબિરમાં ગુજરાતના છેવાડાના કલાકારો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈના કલાકારો સાથે પોતાની કલાસંગત ઊભી કરશે…
ગુજરાત આર્ટ સોસાયટીના અધ્યક્ષશ્રી વૃંદાવન સોલંકીની નિશ્રામાં આમદવાદથી ઘનશ્યામ રાઠોડ, મિલન દેસાઈ, નાગજીભાઈ પ્રજાપતિ અને વૈશાલી ભાવસાર; અમરેલીથી જીવરાજ પડાયા અને મનોજ ચુડાસમા; આણંદથી અજીત પટેલ અને અશોક ખાંટ; કચ્છથી દેવજી મહેશ્વરી અને નાનજીભાઈ રાઠોડ; ખેડાથી કૈલાશ દેસાઈ; ગીર સોમનાથથી અજીત ભંડેરી; છોટા ઉદેપુરથી નંદુભાઈ રાઠવા; જામનગરથી ગગજી મોણપરા અને રાજેન્દ્ર ચૌહાણ; જૂનાગઢથી જયેશ ક્યાડા; ડાંગથી સૂર્યા ગોસ્વામી; તાપીથી અજીત ચૌધરી અને વિનોદભાઈ ચૌધરી; નવસારીથી ધનેશ પારેખ અને કેશવ ટંડેલ; પાટણથી નિલેશ સિદ્ધપુરા; પોરબંદરથી અજય ગોહેલ અને હરદેવસિંહ જેઠવા; ભરૂચથી રોહિત પટેલ; ભાવનગરથી ડો.અશોક પટેલ, જગદીશભાઈ જોષી, નિરુપમાબેન ટાંક અને રમેશભાઈ ગોહિલ; મહિસાગરથી અજય સોલંકી; મહેસાણાથી દિનુ પટેલ અને પ્રવિણભાઈ ચૌધરી; મુંબઈ થી ગાયત્રી મહેતા; રાજકોટથી નવનીત રાઠોડ અને ઉમેશ ક્યાડા; વડોદરાથી અતુલ પડિયા, ગીતા પરમાર, ગીરીશ ખત્રી, કાંતિ પરમાર, કશ્યપ પરીખ, કૃષ્ણ પડિયા, મુકુંદ જેઠવા અને સુનિલ દરજી; વલસાડથી નટુ ટંડેલ; સુરતથી ભરત પટેલ, ભાવેશ પટેલ, ચંદ્રકાન્ત પ્રજાપતિ, દિપક મહેતા, જય ગોહિલ, જયદિપ મૈસુરીયા, જીતેન્દ્રભાઈ પટેલ અને કિશોર પટેલ સાથે-સાથે  સુરેન્દ્રનગરથી રાજેશ મુળિયા સાપુતારાની કુદરતી સૌંદર્યથી ભરપૂર ધરા પર પોતાની કલાને આકારશે. ઉપરાંત અપૂર્વ દેસાઈ – અમદાવાદથી મહેમાન કલાકાર તરીકે હાજરી આપશે.
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ
Attachments area

IMG-20211115-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *