ગાંધીનગર
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાજીવ સાતવનું કોરોનાની સારવાર દરમિયાન ૧૬ મે ૨૦૨૧ના રોજ ૪૬ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ત્યારબાદથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી કોણ બનશે એ બાબતે અલગ-અલગ અટકળો ચાલી રહી હતી પરંતુ હવે કોંગ્રેસના હાઈકમાન્ડે રઘુ શર્માને ગુજરાતની જવાબદારી સોંપી છે. રઘુ શર્મા રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકડી વિધાનસભાના ધારાસભ્ય છે અને તેઓ અગાઉ લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વ વાળી કોંગ્રેસની સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજીવ સાતવની ઉંમર ૪૬ વર્ષની હતી અને તેમને કોરોનાની સારવાર લીધા બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ થતા તેમનું નિધન થયું હતું. ત્યારબાદ ગુજરાત ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઇને નવા નવા નામની ચર્ચા ચાલી રહી હતી. પણ હવે ગુજરાત કોંગ્રેસને પ્રભારી મળ્યા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઈને કામગીરી શરૂ કરી છે. અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા અલગ-અલગ યાત્રાઓ કરીને લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. તેમાં ભારતીય જનતા પાર્ટીએ ૪૪માંથી ૪૧ બેઠકો મેળવીને આ ભવ્ય જીત હાંસલ કરી છે. ગાંધીનગરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કારણ કે, કોંગ્રેસને બે બેઠક જ મળી છે. તો આમ આદમી પાર્ટીને ૧ બેઠક મળી છે. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિન-પ્રતિદિન દયનિય થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં નેતૃત્વ વિહોણી હતી કારણકે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ નિધન થયા બાદ નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી ન હતી. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં હાઈકમાન્ડ દ્વારા એક મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે અને ડૉક્ટર રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ડૉક્ટર રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
