ગુજરાત મેડિકલ એસોસિએશનની મહિલા વિંગ દ્વારા અમદાવાદમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયભરમાંથી ૩૦૦ જેટલી મહિલાઓએ હાજરી આપી હતીજેમાં મહિલા વિંગના ચેરપર્સન મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના કપરાકાળ બાદ રાજયની મહિલા ડોક્ટરોમાં એક નવી ઉર્જાનો સંચાર થાય અને હકારાત્મકતા આવે તે માટે રિસેલીએન્સ નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.