Gujarat

ગુજરાત યુનિવર્સિટીના ૭૩મા સ્થાપના દિવસની ઉજવણી

અમદાવાદ
કોરોના જેવી મહામારીમાં અનેક વસ્તુઓની અછત સર્જાઈ છે. ઉપરાંત કોરોનાની મહામારી અત્યાર સુધીની સૌથી મોટી મહામારી છે જેમાં લોકોને માનસિક, આર્થિક અને શારીરિક રીતે અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને સમયની જરૂરિયાત મુજબ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૯૦ કોર્સ શરુ કરવામાં આવ્યા છે, જેમાં ૨૦ કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવ્યા છેગુજરાત યુનિવર્સિટીમાં અનેક કોર્સ ચાલે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું છે. કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં ૯૦ નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. ૯૦ પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ ૯૦ કોર્સમાંથી ૨૦ કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જે આવનાર સમયમાં મદદરૂપ થશે.ગુજરાત યુનિવર્સિટીનો ૭૩મો સ્થાપના દિવસ છે. જેની યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. યુનિવર્સીટીમાં સ્થાપના દિવસ નિમિતે અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટી ઉજવણીમાં ભાગ લેશે. બીજી તરફ આવતીકાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર – સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે નવી દિલ્હી ખાતે ૪ ઓક્ટોબરે સ્ર્ંેં થયા હતા. આ સ્ર્ંેં પ્રસંગે ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને ડ્‌ઢઇર્ડ્‌ઢંના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ સ્ર્ંેંથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી ૧૦૦ કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે.

gujarat-university-at-amdavad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *