અમદાવાદ
ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવા સિમાચિહ્નો સર કરે તે માટે શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર જણાવ્યું છે કે, ભારતીય શિક્ષણ પ્રણાલી એ ૮૦૦ યુનિવર્સિટીઓ, ૩૯ હજાર કોલેજ અને ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે.ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સ્પર્ધાત્મક બનાવશેગુજરાત યુનિવર્લસિટીની લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાયબ્રેરીમાં નાની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સામાન્ય બિમારીની દવા આપવામાં આવશે. યુનિવર્સિટીના હેલ્થ સન્ટરના ડોક્ટર સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે ઝ્રજીઇ પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક દવાઓ અપાશે. આ ડિસ્પેન્સરીમાં માથાનો દુઃખાવો, તાવ, ઉલ્ટીસ પેટમાં દુઃખાવો, શરદી, ઉધરસ અને ગ્લુકોઝ સહિતની દવાઓ અપાશે. આ તમામ દવાઓ ડોક્ટરની સલાહ બાદ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર થયાં છે. તે તમામ વિદ્યાર્થીઓને આ ડિસ્પેન્સરીનો લાભ મળશે. જેનાથી વિદ્યાર્થીઓને વાંચન દરમિયાન બહાર નહીં જવું પડે અને સમયની બચત પણ થશે. કેવડિયા ખાતે બિલ્ડિંગ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી નામના બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિઓ ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમમાં રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે. રાજ્યના વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોને ગ્લોબલ અને નેશનલ રેન્કિંગમાં લાવવા શિક્ષણવિદો દ્વારા વિચારમંથન થશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
