Gujarat

ગુજરાત યુનિવર્સિટીની શિવ સિક્યુરિટી વધુ ગાર્ડ બતાવી ઓછા મુકવાની ગેરરીતિ

અમદવાદ
૩ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા થતી નથી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારીઓની સંડોવણી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા ૧૪થી ૧૬ હજાર પગાર આપવાની જગ્યાએ ૧૦થી ૧૨ હજાર જ પગાર આપવામાં આવે છે.ગાર્ડના બેન્ક એકાઉન્ટ પણ તેમને આપવામાં આવતા નથી તેમના ખાતામાં પૈસા આવે તે એજન્સી દ્વારા સીધો ઉપાડી લેવામાં આવે છે,આમ સિક્યુરિટી એજન્સી અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ દ્વારા ગેરીરીતિ કરવામાં આવે છત આ અંગે યુથ કોંગ્રેસનાં નેતા ડૉ.સુભાન સૈયદે જણાવ્યું હતું કે, ૨૦૦૯થી શિવ સિક્યુરિટીને ટેન્ડર આપવામાં આવે છે, અત્યારે પણ ટેન્ડર પ્રક્રિયા વિના અગાઉની ટેન્ડર એકસ્ટેન્ડ કરી આપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીની જગ્યાએ ય્ૈંજીહ્લ જે સરકારી એજન્સી છે તેને સિક્યુરિટીની જવાબદારી સોંપવામાં આવે તેવી મારી માંગણી છે જેથી ગેરરીતિ બંધ થાયગુજરાત યુનિવર્સિટીમાં શિવ સિક્યુરિટી કેટલાય વર્ષોથી છે. સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ રાખવામાં આવ્યા છે અને પુરા ગાર્ડના પગાર લેવામાં આવે છે ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે ૨વર્ષ બાદ આજે ઉચ્ચ શિક્ષણ કમિશન અને વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. યુથ કોંગ્રેસના નેતા ડૉ.સુભાન સૈયદે ૮ જુલાઈ ૨૦૧૯ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં ટેન્ડર પ્રક્રિયાથી ચાલી રહેલ શિવ સિક્યુરિટી સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, શિવ સિક્યુરિટી દ્વારા ચોપડે ૧૫૨ ગાર્ડ બતાવવામાં આવ્યા છે. જેમાં મહિલા અને ગન મેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની સામે માત્ર ૩૬ ગાર્ડ જ રાખવામાં આવ્યા છે. ૩૬ ગાર્ડને પણ ૨૪ કલાક નોકરી કરાવવામાં આવે છે. જે માનવધિકાર અને લેબર લૉ ના નિયમ વિરુદ્ધ છે.

Gujarat-University-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *