Gujarat

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

 ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને કાયદાકીય જાગૃતિ શિબિર આયોજન કરવામાં આવેલ હતું.

આ શિબિરમાં મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના હકોને પ્રોત્સાહન મળે, મહિલાઓ સમાજમાં યોગદાન આપી શકે તે માટે વર્તમાન પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં મહિલા અને બાળ વિભાગનો પ્રારંભ કર્યો હતો તેમજ મહિલાઓ પોતાની તકલીફો જણાવી તેના નિરાકરણ માટે કાયદા અને યોગ્ય માર્ગદર્શન આપનાર લોકો સુધી પહોંચી શકે તે માટે ૨૦૦૫માં ગુજરાતમાં મહિલા આયોગનું નિર્માણ થયું.

મહિલાઓનું આર્થિક-સામાજિક ઉત્થાન કરી સુંદર સમાજ બનાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ કર્યો હતો. હાલ ગુજરાતમાં મહિલાઓલક્ષી ૪૦૦ જેટલી યોજનાઓ ચાલે છે તેમજ મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે પણ સમયાંતરે આયોગ સરકારશ્રીને વિસ્તૃત માહિતી આપી યોજનાઓ વિશે ચર્ચા કરે  છે. આ સાથે જ ઘરેલુ હિંસાભરણપોષણમહિલાઓની સુરક્ષા અને તેના પ્રશ્નોના તત્કાલ નિવારણ માટે આયોગ અંતર્ગત ૨૭૦ જેટલી નારી અદાલતો સંપૂર્ણ ગુજરાતમાં કાર્યરત છે. મહિલાઓ આર્થિક-સામાજિક સક્ષમ બને તો પરિવાર અને સમાજના વિકાસમાં વધુ સારૂં પ્રદાન આપી શકે છે. ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓ તો સુદ્રઢ બની જ છે ત્યારે સામાજિક માળખાના વિકાસ માટે મહિલાઓ સક્ષમ બની પરિવાર અને સમાજનો વિકાસ કરે તે માટે મહિલાઓને કાયદાનું જ્ઞાન મળે તે ખૂબ જરૂરી છેજે આ શિબિર થકી યથાર્થ બન્યું છે તેમ અધ્યક્ષાશ્રીએ ઉમેર્યું હતું.

આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારીએ મહિલાઓને જાગૃત બનીસામાજિક દુષણો સામે લડી સમાજ અને દેશના વિકાસમાં પ્રદાન આપવા આહવાન કર્યું હતું.

તો પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ કયું હતું કે, નવા ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ મહિલાઓને સમાન સાથ, સમાન તક સાથે જોડી છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન દીકરીઓને બચાવવા અને ભણાવવા “બેટી બચાવો, બેટી પઢાવો: ઝુંબેશ હાથ ધરી હતી. જેના થકી ગુજરાતમાં આજે દીકરીઓ ખુબ આગળ આવી છે. પૂર્વ મંત્રીશ્રીએ આ શિબિર દ્વારા મહિલાઓ જાગૃત થાય અને અન્ય માટેનો માતૃભાવ કેળવીને દેશના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ શિબિરમાં નારી અદાલતજામનગરની બહેનો દ્વારા ચેરપર્સન શ્રી લીલાબેન અંકોલિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રી હર્ષદિપકુમાર સુતરીયા, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મેયર શ્રી અમીબેન પરીખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલઉપસચિવ શ્રી હંસાબેન પટેલમહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભીવિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આયોગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.                 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *