ગુ.રા.મા.વા.વ્ય નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ-જામનગર અને જામનગર/જામજોધપુર/ખંભાળિયા/દ્વારકા/ધ્રોલ -ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ઓગસ્ટ-ઓક્ટોબર ૨૦૨૧ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઇલેક્ટ્રીશ્યન, વેલ્ડર(ગેસ અને ઇલેક્ટ્રિક) મોટર મિકેનિક, ડીઝલ મેકેનિક અને કોપા કુલ–૭ ટ્રેડ હેઠળના આઇ.ટી.આઇ પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય ઉમેદવારોએ www.apprenticeshipindia.org પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી(આધારકાર્ડ ફરજિયાત વેરિફાઇડ કરવું) તેની પ્રિન્ટ (મેળવી), શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (૧૦પાસ/૧૨પાસ અને આઇ.ટી.આઇ પાસ), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા.૨૮-૦૯-૨૦૨૧ સુધીમાં આ માટેનું અરજીપત્રક મેળવી લેવા તથા ઉમેદવારોએ અરજીપત્રક તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીમાં તમામ અસલ માર્કશીટ/પ્રમાણપત્રો સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો જમા કરાવવાની તારીખ નિશ્વિત કરવામાં આવી હતી જે મુદતમાં વધારો કરતાં હવે ઉમેદવારો તા. ૦૮-૧૦-૨૦૨૧ સુધીમાં અરજીપત્રકો જમા કરાવી શકાશે. આ માટે વધુ વિગતો મેળવવા વહીવટી શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે

