Gujarat

ગૃહમંત્રી અમિત શાહ બીજા નોરતે પોતાના વતન માણસામાં

માણસા
નવરાત્રિમાં બીજા નોરતાની રાતે માણસા ગામમાં ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે માતાજીની માંડવીએ પૂજા, આરતી કર્યા બાદ દિલ્હી પરત જશે.ગૃહમંત્રી અમિત શાહ વતન માણસામાં શુક્રવારે માતાજીની માંડવીના દર્શન, આરતી કરશે. દરવર્ષે નવરાત્રિમાં બીજા નોરતે તેઓ વતનના ગામે ઉજવાતા નવરાત્રિ મહોત્સવમાં પરીવાર સાથે સામેલ થાય છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિત શાહ શુક્રવારે કલોલના પાનસર ખાતે તૈયાર થયેલા વિકાસના કામોનુ લોકાપર્ણ કરશે. ગાંધીનગર કલેક્ટર દ્વારા શુક્રવારે બપોરે ૩-૪૫ કલાકે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર ટી- સ્ટોલના ઉદ્દઘાટનની માહિતી જાહેર કરવામાં આવી છે. જેની ફાળવણી મહિલા સ્વ સહાય જુથના આર્થિક ઉત્થાન માટે કરવામાં આવી છે. આ ટી- સ્ટોલ ઉપર માટીના કપમાં જ ચા પિરસવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો પણ જાેડાશે. બપોરના આ કાર્યક્રમ બાદ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના વિજેતા ઉમેદવારો સહિત આગેવાનો સાથે બેઠક યોજશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ છે. જ્યાં પહેલી વખત ભાજપને સત્તા પ્રાપ્ત થવા જઈ રહી છે. જાે કે, હજી સુધી કોર્પોરેશન માટે ભાજપમાંથી મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઈ નથી.

amit-shah-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *