વડોદરા
ગોધરાકાંડના મુખ્ય સુત્રધાર મનાતા હાજી બિલાલ, વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા તેમનું વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ ગુરૂવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
એસીપી અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે, ગોધરા સાબરમતી ટ્રેન કાંડમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાનો રહેવાસી હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેની તબિયત બગડતા ૨૨ નવેમ્બરના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાસોશ્વાસની તકલીફ હોવાથી ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યો હતો. જાેકે, તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
ગોધરા સાબરમતી ટ્રેન કાંડમાં હાજી બિલાલ મુખ્ય સુત્રધાર મનાતો હતો. ગોધરાના રહેવાસી હાજી બિલાલને કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જાેકે, તે સજા બાદમાં આજીવન કેદમાં પરિવર્તીત થઇ હતી. અને તે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. હાજી બિલાલનું મોત નીપજતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવતા સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનો આવી પહોંચ્યા હતા. બીજી બાજુ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને હાજી બિલાલનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો.
વર્ષ ૨૦૦૨માં ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, ૨૦૧૧માં હાજી બિલાલ સહિ?ત કુલ ૧૧ આરોપીઓને ફાંસી અને અન્ય ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે ૧૧ દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી. બીમાર હાજી બિલાલ ૨૨ નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


