Gujarat

ઘાટલોડિયાથી શિક્ષિકાનું અપહરણ બાદ દુષ્કર્મ

અમદાવાદ
વાડજમાં રહેતી પરિણીતાને તેની પાડોશમાં રહેતી મહિલાએ પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં મહિલાના સુપરવાઇઝરે પરિણીતા સાથે અડપલાં કર્યાં હતાં. બાદમાં મહિલાએ બહારથી દરવાજાે બંધ કરી દેતા સુપરવાઇઝરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર જાણ પતિને થતાં સુપરવાઇઝરને તેઓ ઠપકો આપવા ગયા હતા. જ્યાં સુપરવાઇઝર અને પાડોશમાં રહેતી મહિલાએ તેમના સગાસંબંધીઓને બોલાવીને પરિણીતા અને તેના પતિને મારમાર્યો હતો.ઘાટલોડિયામાં રહેતી શિક્ષિકાને તેના ઘર પાસેથી એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ અપહરણ કરીને વસ્ત્રાલ લઇ ગયો હતો જ્યાં પ્રેમીએ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરીને છોડી મૂકી હતી. બીજી ઘટનામાં વાડજમાં સુપરવાઇઝરે પરિણીતાની છેડતી કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું, જ્યારે ત્રીજી ઘટનામાં ગોતામાં એક યુવકે સગીરાને સંબંધ રાખવાનું દબાણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ત્રણેય ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય અનુ (નામ બદલ્યું છે) શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અનુનો વસ્ત્રાલમાં રહેતા રૂપેશ ચંદુભાઇ પટેલ સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો. બાદમાં બન્ને ઓનલાઇન વાતચીત કરતા હતા. રૂપેશ અવારનવાર અનુને મળવા માટે કહેતો હતો, પરંતુ અનુ મળતી ન હતી. આથી રૂપેશ ઘાટલોડિયા ખાતે અનુના ઘરે પહોંચ્યો અને બ્લેકમેઇલ કરીને રૂપેશ તેની કારમાં અનુનું અપહરણ કરીને વસ્ત્રાલ લઇ ગયો હતો. જ્યાં કોઇ ઓફિસ જેવી જગ્યાએ રૂપેશે અનુને ફટકારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અનુને રૂપેશે ત્યાંથી છોડી મૂકી હતી. અનુની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે રૂપેશને ઝડપી પાડયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *