Gujarat

ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની બે બેઠકો પર મતદાન ઃ કોની પેનલ જીતશે ?

અમદાવાદ
ચાંદખેડા વોર્ડમાં સવારે ૭ વાગ્યાથી જ અલગ અલગ ૨૪ કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. ધીમે ધારે શરૂ થયેલ મતદાને ૯ વાગ્યા સુધી ઝડપ પકડી હતી અને મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જાેવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. મતદાન કેન્દ્રોની બહાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બુથ લાગ્યા છે. તમામ પક્ષના લોકો મતદાન મથકની બહાર મતદારોને મતદાન કરવા માર્ગદર્શન પણ આપી રહ્યા છે. કુલ ૪ ઉમેદવારોને મેદાનમાં ઊભા છે. સોલંકી ઉર્વેશ નામના મતદારે જણાવ્યું હતું કે, આજે મેં પેટાચૂંટણી માટે મતદાન કર્યું છે. અમારા વોર્ડના કોર્પોરેટરે રાજીનામું આપતા આજે ફરથી મતદાન કરવું પડ્યું છે જેથી મેં આજે સત્તા પરિવર્તન માટે આજે મતદાન કર્યું છે. પેટા ચૂંટણીનું પરિણામ ૫ ઓક્ટોબરે જાહેર થશે. ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર ૧૦૦૬૮૬ મતદારો તેમનું ભાવિ નક્કી કરશે. જેમાં ૫૧૯૯૭ પુરૂષો અને ૪૮૬૮૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં ૪૧.૯૮ ટકા જેટલું મતદાન થયું હતું. ચાંદખેડામાં એક મહિલા કોર્પોરેટેરે વ્યક્તિગત પ્રશ્નોને લઇને રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ૪ ઉમેદવારો મેદાનમાં છે. ચાંદખેડામાં ૧૦૩૬૭૦ મતદારો છે. જેમાં ૫૩૪૭૩ પુરૂષો અને ૫૦૧૯૭ મહિલાઓનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ૩૯.૪૨ ટકા જેટલું મતદાન થયું હતું. બંને ખાલી જગાઓ પર અગાઉ ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ત્યારે હવે ફરીથી આ બંને બેઠકો પર કોની જીત થાય છે તે બાબતે તમામની નજર મંડાયેલી છે.ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી છે સાથે અમદાવાદમાં પણ ૨ સીટ પર આજે પેટા ચૂંટણી છે. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર આજે પેટાચૂંટણી યોજવામાં આવી છે જેમાં ચાંદખેડાની સીટ માટે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જાેવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *