Gujarat

ચીનમાં અભૂતપૂર્વ વીજ સંકટ ફેક્ટરીઓ બંધ, મોબાઈલ સેવા-ટ્રાફિક સિગ્નલો ઠપ

નવી દિલ્હી
ચીન યુરોપના દેશો અને દક્ષિણ એશિયાના દેશો પાસેથી કોલસો મંગાવી રહ્યુ છે પણ ખુદ યુરોપના દેશો ઉર્જા સંકટથી બચવા ઓસ્ટ્રેલિયા પાસે કોલસાની ખરીદી વધારી રહ્યા છે.ઉત્તર ચીનની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે.અહીંયા તમામ કંપનીઓમાં કામ બંધ છે. ઘરોમાં પણ વીજળી નથી અને જિલિન પ્રાંતમાં તો ટ્રાફિક સિગ્નલ પણ ચાલી રહ્યા નથી. રહેણાંક વિસ્તારોમાં બહુમાળી ઈમારતોની લિફટ બંધ હોવાથી લોકો માટે ઘરમાં કેદ જેવી સ્થિતિ સર્જાઈ છે. ૩ જી મોબાઈલ કવરેજ પણ બંધ છે. વોટર સપ્લાય પણ બંધ થાય તેવી સ્થિતિ આવી શકે છે. ચીન દુનિયામાં કોલસાનો સૌથી મોટો વપરાશકાર છે. ઓગસ્ટ મહિના સુધી ચીનમાં ગયા વર્ષ કરતા ૧૪ ટકા વીજ ઉત્પાદન થયુ છે અને કોલસાના ઉત્પાદનમાં પણ ૪.૪ ટકાનો વદારો થયો છે. જુન બાદ કોલસાની આયાત ૨૦ ટકા વધી છે. આમ છતા ચીનને વીજ સંકટ દુર કરવા વધારે કોલસાની જરૂર છે. આગામી સમયમાં શિયાળો આવી રહ્યો છે. આમ કોલસાની ડીમાન્ડ હજી વધવાની છે અને તેની સામે સપ્લાય વધારવો મુશ્કેલ છે. ચીન ઓસ્ટ્રેલિયાથી મોટા પાયે કોલસો મંગાવે છે પણ ગયા વર્ષે ચીને ઓસ્ટ્રેલિયા સાથે તનાવના પગલે આ દેશ પાસેથી કોલોસો નહીં ખરીદવાનુ નક્કી કર્યુ હતુ અને તેની ભરપાઈ માટે બીજા દેશો તરફ નજર દોડાવી છે. જાેકે એ છતા ચીનની માંગ પૂરી થઈ શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *