Gujarat

ચીને પૂર્વ લદ્દાખમાં LAC પાસેથી નીચાણવાળા વિસ્તારોમાંથી 10,000 સૈનિક હટાવ્યા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પાછલા આઠ મહિનાઓથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC) પાસે નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 10,000 સેનિકોને હટાવી લીધા છે. જોકે બોર્ડર વિસ્તારોમાં તૈનાતી પહેલા જેવી જ છે અને બંને પક્ષોના સૈનિક તે સેક્ટરના અનેક સ્થાનો પર એકબીજાની સામ-સામે છે.

સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે, ચીની સેનાએ પૂર્વ લદ્દાખ ક્ષેત્ર અને નજીકના વિસ્તારોમાંથી તેમના પરંપરાગત તાલીમ વિસ્તારોમાંથી આશરે 10,000 સૈનિકો પરત બોલાવી લીધા છે. ચીની પરંપરાગત તાલીમ ક્ષેત્ર આશરે 150 કિલોમીટર અને એલએસીની ભારતીય સાઈડની બહાર છે. ગયા વર્ષે એપ્રિલ-મે દરમિયાન ચીને આ સૈન્ય તૈનાત કર્યા હતા.

સૂત્રોએ કહ્યું કે, ભારતીય સરહદ પાસે તૈનાત ચીની સેના દ્વારા લાવવામાં આવેલુ ભારે હથિયાર પણ આ વિસ્તારમાં જ છે. સૂત્રોએ કહ્યું કે, નીચાણવાળા વિસ્તારોથી સૈનિકોને હટાવવાનું કારણ વધારે ઠંડી હોઈ શકે છે અને તેમના માટે તે વધારે ઠંડા વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કરવા મુશ્કેલભર્યું કામ હોઈ શકે છે.

ચીને તૈનાત કર્યા હતા 50 હજાર સૈનિક

સૂત્રોએ કહ્યું કે, તે કહેવું મુશ્કેલ છે કે, આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ પછી તાપમાનમાં વધારો થવાની સાથે જ તેઓ સૈનિકોને પરત લાવશે કે નહીં. 2020માં એપ્રિલ-મેથી ચીની સેનાએ આક્રમક મુદ્રામાં પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ભારતીય બોર્ડર નજીક 50,000 સૈનિક તૈનાત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *