શ્રી ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ વેરાવળમાં સિવિલ હોસ્પિટલ વેરાવળ તેમજ વિકાસ સમર્થન કેન્દ્ર વેરાવળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને એઇડ્સ અવેરનેશ માટે માહિતી ,માર્ગદશ અને પોસ્ટર પ્રદર્શન તેમજ વ્યાખ્યાન યોજવામાં આવેલ જેમાં સિવિલ હોસ્પિટલ વેરાવળ આઈ.સી.ટી.સી. વિભાગના શ્રી જયેશભાઇ ભાદરકા, સંજયભાઈ ઠકરાર,ગોવિંદભાઇ જાદવ,વિજયસિંહ પરમાર,કાનાભાઇ ચાંડેરા તેમજ વિકાસ સમર્થન કેન્દ્રવેરાવળના મીનાક્ષીબેન સોમૈયા, ભાવિશાબેન મોરી, મેઘનાબેન અગ્રાવત, વિનોદ બારડ, અનિલભાઈ બાલાસરા, તેમજ હાર્દિક ગદ્દા ઉપસ્થિત રહીએન.એસ.એસ. યુનિટના સ્વયં સેવક ભાઈ બહેનોને સમાજશાસ્ત્રીય,માનસ શાસ્ત્રીય કારણો પરિણામો અને અસરો અંગે ગ્રુપ ચર્ચા, પ્રશ્નોતરી, તેમજ વ્યાખ્યાન યોજવામાં આવેલ જેમાં પ્રિન્સિપાલ એમ.ડી.ઝોરા સાહેબ દ્રારા ઉપસ્થિત અધિકારીગણનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન ડૉ. કૃતિકાબેન એસ.ચૌધરી દ્રારા કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનુ આયોજન ડૉ.એ.એમ.ચોચા દ્રારા કરવામાં આવેલ


