મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દારૂ-જુગાર ની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં સારૂ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓ દ્રારા પ્રોહી. જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા, અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, ધવલભાઇ મકવાણા, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *ખાંભા પો.સ્ટે. પાર્ટ સી. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૧ ૦૨૮૨/૨૦૨૧ પ્રોહી એકટ કલમ.૬૫-એ-ઇ,૧૧૬-બી, ૮૧ વિ.* મુજબ ગુન્હા ના કામે અટક કરવાના બાકી આરોપીને ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામેથી પકડી પાડેલ.
*પકડાયેલ આરોપીઃ-*
*સોયમ ઉર્ફે સોયબભાઇ વલીહસન ઉનડજામ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે.ઉમેજ તા.ઉના જી.ગીરસોમનાથ* વાળો ને તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પોલીસને સોંપવા તજવીજ કરેલ.
*આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લા છ મહિનાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ગીરસોમનાથ જીલ્લા ના ઉના તાલુકાના ઉમેજ ગામેથી પકડી પાડેલ*વિપો કે ભાવેશ વાઘેલા અમરેલી


