Gujarat

છોકરો જાેવા ગયેલા દીકરીના પરિવારને અકસ્માત નડ્યો ઃ રના મોત

વિસનગર
મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં ફતેહખાન બલોચ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ તેમની દીકરી માટે વિસનગર પાસે આવેલા એક ગામમાં છોકરો જાેવા માટે ગયા હતા. ફતેહખાન બલોચ પોતાના સંબંધી સાહેલ ખાનની કારમાં છોકરો જાેવા માટે ગયા હતા. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જ્યારે ફતેહખાન બલોચ દીકરી માટે છોકરો જાેઈને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નંદાસણ નજીક ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય કાર આવી રહી હતી. તે કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાતા બલોચ પરિવારની કાર ઉપર આવી પડી હતી. બુડાસણ ગામમાં રહેતો બલોચ પરિવાર તેમની દીકરી ફરીદાબાનુ માટે છોકરો જાેવા વિસનગર પાસે આવેલ ભાલક ગામે ગયો હતો. જ્યાં છોકરો જાેઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી અન્ય એક ગાડી આવી રહી હતી જે ગાડીનું ટાયર ફાટી જતા તે ગાડી ફંગોળાતા બલોચ પરિવારની ગાડી પર આવી પડી હતી. જેમાં ગંભીર અકસ્માત સર્જાતા છોકરો જાેવા ગયેલી દીકરીની માતાનું અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે કડીમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફતેહખાન બલોચે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિસનગરમાં દીકરી માટે છોકરો જાેવા માટે ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાની કરુણ ઘટના બની છે. આ દુર્ઘટનામાં માતા સહિત બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જાેઈને પરત ફરી રહ્યો હતો ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જાેઈને પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક કારનું ટાયર ફાટતા તે કાર આ પરિવારની કાર સાથે આવીને અથડાઈ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો સવાર હતા.

Accident-Vishnagar-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *