છોટાઉદેપુર જિલ્લાની નજીકમાં આવેલ મધ્યપ્રદેશના અંબારી ગામની મહિલાને થોડા દિવસો અગાઉ પેટમાં દુખાવાની તેમજ પથ્થર જેવી ગાંઠની ફરિયાદ કરતાં તેઓના પરિવારજનો એ છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા હતા,તેઓના એક્સરે કરતા સામાન્ય લાગેલ નહીં, જેથી દર્દીના પેટનું સીટી સ્કેન કરવામાં આવેલ જેમાં ગાંઠ હોવાનું જણાવતા જે દર્દીનું નિષ્ણાત ડોકટર રાજુ એ ઓપરેશન કરી ગાંઠ કાઢવામાં આવી હતી, હાલમાં દર્દીની તબીયત ખૂબ જ સારી છે, આ અંગે ખાનગી દવાખાનાના ડોક્ટરે જણાવેલ કે આવા કેસો જવલ્લે જ જોવા મળતા હોય છે અને છોટાઉદેપુર જીલ્લાનું આ પ્રથમ કેસ હશે,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


