Gujarat

છોટાઉદેપુર જિલ્લાની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ ના પરિણામો  જાહેર થતાં કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યું.

છોટાઉદેપુર જિલ્લાની આશરે ૨૨૭ ગ્રામપંચાયતો ની ચૂંટણીઓ ના પરિણામો ની સાથે આજે છોટાઉદેપુર તાલુકાની ૨૧ ગ્રામ પંચાયત ના પરિણામો જાહેર થયા હતા.જેમાં કેટલાક નવા સરપંચો તેમજ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ઘણા જૂના સરપંચ તેમજ સભ્યો નો ઘરે બેસવાનો વારો આવ્યો હતા.ખુબજ શાંતિપૂર્ણ વાતાવરણ માં મતગણતરી છોટાઉદેપુર  એસ.એફ.હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. ઉમેદવારોના ટેકેદારો ના ટોળેટોળાં ભેગા થયા હતા. જીતેલા જાહેર થયેલા ઉમેદવારો સાથે ટેકેદારો એ ઢોલ નગારા,ડીજે સાથે સરઘસ કાઢી ફૂલ હાર પેહરાવી નાચ ગાન માં મસ્ત બન્યા હતા.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211221_120044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *