Gujarat

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ હવે  ઇન્ટર સેક્ટર કેમેરા વાહન સાથે બની છે સજજ હાઈ સ્પીડ વાહન ચલાવનાર હવેથીચે તી જજો કેમેરામાં કેદ થયા તો આકરો દંડ ભરવા રહેજો તૈયાર

એસ.ટી.બી વિભાગમાથી આપેલી  ઇન્ટર સેક્ટર લેઝર થી સજજ વાહનમાં કેમેરાથી સજ્જ છે તે આ ત્રીજી આંખ અંદાજે ત્રણ કિલોમીટર સુધીની ચહલ-પહલ પર નજર રાખી શકશે અને હાઈ સ્પીડ વાહનચાલક કેમેરામાં કેદ થઇ જશે. અને જિલ્લા મા દરેક તાલુકામાં જઈ કાર્યવાહી કરવામાં આવશે. તો અકસ્માતને નિયંત્રણમાં કરી શકાશે…
છોટાઉદેપુર જીલ્લા ટ્રાફિક વિભાગના પી.એસ.આઇ તડવી તેમની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ની જનતા ને જાહેર અપીલ કરતા કહ્યું કે ટ્રાફિક ના નિયમો જનતા અને દરેકના પરિવારની સુરક્ષા માટે એટલે તમામ વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવશેતો
અકસ્માતમાં મૃત્યુ નો દર ઘટશે. એમ જણાવ્યું હતું. અને જે પણ વાહનચાલક હાઈ સ્પીડમાં હશે અને કેમેરામાં કેદ થઇ જશે એની ખેર નથી
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફીક વિભાગને ઇન્ટર સેક્ટર લેઝર અને હાઈટેક કેમેરાથી સજ્જ વાહન આપવા પાછળનો હેતુ એ છે કે જિલ્લામાં અનેક જગ્યાઓ પર ઓવરસ્પીડ અને બેપરવાહ થી વાહન હંકારવા ના  કારણે  અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેને અટકાવવા માટે આ સજ્જ વાહન આપવામા આવ્યું છે.
એટલું જ નહીં બાઈક ચાલક ત્રણ સવારી હશે અને હેલ્મેટ ના હોય એવા બાઈક ચાલકને પણ કેમેરામાં કેદ થતાની સાથે જ બાઈક ચાલકને ૧૫૦૦સુઘી નો દંડ ફટકારવામાં આવશે અને કારચાલક હાઈસ્પીડમાઅથવા સીટ-બેલ્ટ વગર હશે તો તેઓને પણ ૨૦૦૦હજાર સુધીનો દંડ સ્થળ પર જ ભરવાનો રહેશે.
રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211116-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *