છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ નરેનભાઇ જયસ્વાલ વિરુદ્ધ પાલિકાના 28 સભ્યો પૈકી 20 સભ્યોએ તારીખ 16 મી ઓક્ટોબર 2021 ના રોજ પાલિકાના ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, ગુજરાત ૧૯૬૩ની કલમ 51, 2 ,3, અને 4 અન્વયે પાલિકા પ્રમુખે પાસે દિન 15 પહેલા ખાસ સામાન્ય સભા બોલાવવા માટેનો સમય હોય છે, અને દિન 15 પહેલા પ્રમુખ સામાન્ય સભા નહિ બોલાવે તો ઉપપ્રમુખે દિન ૩૦માં ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય છે,
નગર પાલિકા પ્રમુખે અવિશ્વાસ અંગે સામાન્ય સભા નહી બોલાવતા ઉપપ્રમુખ નરગીસ બેન મકરાણી એ પોતાને મળેલી સત્તા ની રૂએ આજરોજ તારીખ 8મી નવેમ્બર 2021 ના રોજ સવારે 10:30 કલાકે પાલિકા સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં ૨૮ પૈકી 26 સભ્યો હાજર રહ્યા હતા, એક બીએસપી અને એક કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા, આજની મળેલ સામાન્ય સભામાં કોંગ્રેસ પ્રદેશ તેમજ બહુજન સમાજ પાર્ટી દ્વારા પોતાના સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો, નગરપાલિકાના ઉપપ્રમુખ નરગીસબેન મકરાણીની અધ્યક્ષતામાં મળેલ અવિશ્વાસની દરખાસ્ત અંગે ની ખાસ સામાન્ય સભામાં નરેનભાઈ જયસ્વાલ સમક્ષ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્ત ૧૯ જેટલા સભ્યોની બહુમતીથી પાસ થઈ હતી, જ્યારે નરેન્ ભાઈ જયસ્વાલ ની તરફેણ માં માત્ર બી.એસ.પી.ના સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરી સમર્થન આપ્યું હતું,
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નરેનભાઇ જયસ્વાલે તેમના કાર્યકાળ દરમિયાન તેમને સાથ અને સહકાર આપનાર તમામ સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


