છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના કાયદાનો ચુસ્તપણે અમલ કરવા સારૂ તેમજ પ્રોહીબિશન બુટલેગરોની ગેરકાયદેસર ની પ્રવૃતિ કરતા અટકાવવા પ્રોહીબિશન રેડો કરવા તેમજ વાહન ચેકીંગ અને નાકા બંધી કરી હકિકતો મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામા આવેલ હતી. જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર પોલીસ.સ્ટેશન.ના હેડ.કોન્સ્ટેબલ.- સંજયભાઇ નગીનભાઇ તથા હેડ કોન્સ્ટેબલ- નરેશભાઇ નગીનભાઇને મળેલ બાતમી મુજબ એક આઇશર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર થઇ વડોદરા તરફ જનાર છે તેવી હકીકત મળતા તેઓએ પોલીસ.ઇન્સ.જે.કે.પટેલ ને જાણ કરતા સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર નીખીલ હોટલ પાસે રોડ ઉપર વાહન ચેકીંગમાં ગોઠવાઇ ગયેલા અને વાહન ચેકીંગ દરમ્યાન બાતમી હકીકત મુજબનો આઇસર ટેમ્પો આવતા તેને કોર્ડન કરી રોકી તેમા બેઠેલ ટેમ્પો ચાલકને પકડી પાડી આઇશર ટેમ્પામાં પાછળના ડાલાના ભાગે તપાસ કરતા વિદેશી દારૂ ભરેલ પુઠાના બોક્ષ જણાંય આવતા ટેમ્પો ચાલક નું નામ-ઠામ પુછતા ગોરધનભાઈ રામલાભાઈ રાઠવા ઉ.વ.૨૬ રહે.રજુવાંટ, મંદિર ફળીયા તા.જી.છોટાઉદેપુર નો હોવાનું જણાંવેલ અને આઇશર ટેમ્પામાંથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area