કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના આહ્વાન પર 9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ યોજાઈ છે. આ હડતાળમાં બેંક, LIC અને જનરલ ઇન્શ્યોરન્સ સહિતના નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓએ ભાગ લીધો છે. ગુજરાતમાં તમામ LIC ઓફિસોનું કામકાજ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહ્યું છે. વીમા કર્મચારીઓએ અનેક મહત્વની માગણીઓ રજૂ કરી છે. તેમાં વીમા પ્રીમિયમ પરથી GST દૂર કરવાની માગ મુખ્ય છે. […]
Author: Admin Admin
20 વર્ષથી જૂના 44 બ્રિજનું થશે ડિટેઇલ ઇન્સ્પેક્શન, માર્ગ-મકાન વિભાગે આપ્યા આદેશ
આણંદ-વડોદરા વચ્ચેના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ ખેડા જિલ્લામાં બ્રિજ સુરક્ષાને લઈને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના તમામ બ્રિજની સઘન તપાસના આદેશ આપ્યા છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ આવતા 26 બ્રિજ અને માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હેઠળના 18 મેજર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે. વિભાગે તપાસ […]
નડિયાદના ધારાસભ્યએ સંતરામ મંદિર અને વડતાલ મંદિરમાં દર્શન કર્યાં, સંતોના આશીર્વાદ લીધા
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ સંતરામ મંદિર અને વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ દેવ મંદિરમાં દર્શન કર્યા. આ શુભ અવસરે સમગ્ર ખેડા જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. વડતાલ મંદિરમાં ધારાસભ્ય દેસાઈએ વડતાલ સંસ્થાનના ચેરમેન સંતવલ્લભદાસ સ્વામી અને મંદિરના કોઠારી દેવસ્વામી પાસેથી આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે વડતાલ ગ્રામ પંચાયતના સરપંચ અમીત પરમાર અને સ્થાનિક […]
નડિયાદ, વડતાલ અને ડાકોરના મંદિરોમાં ભક્તોનો ધસારો, ગુરૂપૂજન-પાદુકા પૂજનનું આયોજન
ખેડા જિલ્લામાં આજે ગુરૂવારે ગુરૂપૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય ધાર્મિક સ્થાનોની જો વાત કરવામાં આવે તો, નડિયાદના સંતરામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને ડાકોર રણછોડરાય મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આ તમામ મંદિરોમાં ભક્તોનો પ્રવાહ છલકાયો છે. આ તમામ મંદિરોમાં ગુરૂપૂજન, પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ […]
ખેડા જિલ્લાના 11 મુખ્ય માર્ગોનું સમારકામ પૂર્ણ, વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવાયા
ખેડા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગોને નુકસાન થયું હતું. માર્ગ અને મકાન પંચાયત વિભાગે આ સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા છે. વિભાગે નુકસાન પામેલા મહત્વના માર્ગોનું સમારકામ શરૂ કર્યું છે. કઠલાલ વિસ્તારમાં ભાનેર એપ્રોચ રોડ, અરાલથી નવી અરાલ રોડ અને સરખેજ એપ્રોચ રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મહુધા-રુદણ અને […]
13 વોર્ડની 52 બેઠકમાં 26 મહિલા અનામત, દિવાળી પછી ચૂંટણી યોજાવાની શક્યતા
રાજ્ય સરકારે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ અને બેઠકોના રોટેશનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે 9 જુલાઈએ આ જાહેરનામું બહાર પાડ્યું છે. નડિયાદને 1 જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2024ના બજેટ સત્રમાં આ જાહેરાત કરી હતી. જી.એચ. સોલંકીની મનપા કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. નવી વ્યવસ્થામાં […]
માંડવી તાલુકામાંથી 1.53 કરોડનો વિદેશી દારૂ જપ્ત, ત્રણ આરોપી ઝડપાયા
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. તલવાણા નજીક હોટલ ઓમ બન્ના પાસેથી ગેસ ટેન્કરમાં છુપાવેલો 1.53 કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે કુલ 26,179 બોટલ દારૂ સાથે 1.64 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી બાતમી મુજબ, યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા તેમના સાગરિતો સાથે મળીને ગુજરાત બહારથી દારૂ મંગાવી રહ્યા […]
રાજકોટના બે શખ્સોએ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી હતી, CCTVની મદદથી પકડાયા
ભચાઉમાં થયેલા ચેઈન સ્નેચિંગના કેસમાં પોલીસે બે આરોપીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 15 એપ્રિલના રોજ બનેલી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડ્યા છે. આ કેસમાં રાજકોટના અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા (26) અને અજય ઉર્ફે અજુ સંજયભાઈ સોલંકી (21)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે CCTVની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. પૂછપરછમાં બંને આરોપીઓએ […]
રાપરમાં નવધા રામાયણ કથા સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો
રાપરના પૌરાણિક મહત્વ ધરાવતા દરીયાસ્થાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા અને નવધા રામાયણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ મંદિર સંત શ્રી ત્રિકમ સાહેબનું સમાધિ સ્થળ અને રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લે નવધા રામાયણ કથામાં રામ-ભરત મિલાપનું ભક્તિભાવપૂર્ણ વર્ણન કર્યું. આ પરંપરા 60 વર્ષ પહેલા બ્રહ્મલીન મહંત વૃંદાવન દાસજી મહારાજે શરૂ કરી […]
એફ.વાય.બી.એ.ના વિદ્યાર્થીઓનું કુમકુમ-તિલક સાથે સ્વાગત, ગુરુપૂર્ણિમાની ઉજવણી
અમીરગઢની સરકારી વિનયન કૉલેજમાં એફ.વાય.બી.એ.ના પ્રવેશોત્સવ સાથે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજ પરિવારે નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને સાકરથી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી. એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓ માળી સીમા અને પગી દક્ષાએ ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. નાઈ હની અને રાઠોડ આરતીએ ગુરુ ભક્તિનું ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં કૉલેજના નવા પ્રાધ્યાપકો […]