વિડયા તાલુકાના જંગર ગામે લાલજીભાઈ સાટકીયા નામના પશુપાલકની ગાય ખોવાઈ જતા ગાયને શોધવા માટે ગામના સરપંચ સહિત અન્ય લોકો કામે લાગ્યા હતા પરંતુ રાત્રિના ૧૦ વાગ્યા સુધી ગાયનો કયાંય પત્તો લાગ્યો નહોતો પરંતુ રેલવેના પાટા પાસે ભાગીયું રાખનાર પરપ્રાંતિય દિનેશ માવડા,વેસ્તા માવડા અને નરસિંહ માવડા ભેગા મળી ગાયને બાંધી તિક્ષ્ણહથિયાર મારતા હોવાની ઘટના સામે આવી છે. જેથી ગાય માલિકેડિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ પરપ્રાંતિય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. હિન્દુઓ માટે આસ્થા સમાન ગાયની ક્રુર હત્યા કરવા બદલ ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.


