Gujarat

જામકંડોરણા ના ધોરાજી ના નાકે આવેલા હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી    

જામકંડોરણા ખાતે  હિન્દુ- મુસ્લિમ ની એક્તા સમાન ગેબનશાહ પીરની દરગાહ આવેલી છે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ગેબનશાહ પીરના ઉર્ષ ની ઉજવણી પુરી શાનોશોક્ત થી કરવામાં આવી હતી કોરોના ની મહામારી ને લઈને  ચાલું વર્ષે લોકો ની ભીડ એકઠી ના થાય અને કોરોના ની ગાઈડ લાઈનનું પાલન કરી શાન્તિ ના માહોલ વચ્ચે ગેબનશાહ પીરના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી
   જામકંડોરણા ખાતે આવેલી ગેબનશાહ પીરના ઉર્ષ માં જામકંડોરણા મામલતદાર વિજયભાઈ મુળીયાસીયાએ ગેબનશાહ દરગાહ ફુલોની ચાદર ચડાવીને ભાઈચારા કોમી એકતા નો સંદેશ આપ્યો હતો આ તકે મુસ્લિમ સમાજના અગ્રણી દ્રારા મામલતદાર વિજયભાઈ મુળીયાસીયાને ફુલહાર આને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
  આ ગેબનશાહ ના ઉર્ષમા સાંજે મગરીર ની નમાઝ બાદ આમ ન્યાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાત્રે ઈશાની નમાઝ બાદ સૌરાષ્ટ્ર ના મસહુર આલેમેદીન ધોરાજી દારૂલ ઉલુમ મીસ્કિનીયા ના પ્રિન્સીપાલ ઉસ્તાદઉલ  ઉલેમા ઉલેમા મોલાના ગુલામ ગોષ અલવી સાહેબ અને ધોરાજી ના જુમ્મા મસ્જિદ ના ખતીબે હાફીઝ ઉવેશ સાહેબ  પોતાની જોશીલી જબાન માં તકરીર ફરમાવી હતી
  જોગાનુજોગ કાલે અંખડ ભારત ના શિલ્પી આને ભારત ના પ્રથમ ગ્રૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી હતી આ  તકે આ ઉર્ષ માં આવેલાં તમામ સમાજના આગેવાનો ને મુસ્લિમ સમાજના અગ્રણી દ્રારા ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કરી  સરદાર વલ્લભભાઈ પટેલ સ્વપ્ન ને ખરાં અર્થમાં સાકાર કર્યું હતું
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા

IMG_20211031_200325.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *