જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટીયા પાસે વ્રજ ફુડ પ્રોડકટસ નામની દુકાન/ગોડાઉનમાં વાજબી ભાવની દુકાનનો શંકાસ્પદ જથ્થો ઉતરતો હોવાની પોલીસ વિભાગ દ્વારા મામલતદારશ્રી, જામજોધપુરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેના અનુસંધાને મામલતદારશ્રી, જામજોધપુર અને ટીમ દ્વારા ગત તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સ્થળની આકસ્મિક તપાસણી કરવામાં આવતાં વ્રજ ફુડ પ્રોડકટસ નામની દુકાન/ગોડાઉન ખાતેથી ચોખાના ૫૦ કિ.ગ્રા.ના એક એવા કુલ-૩૦૧ કટૃાઓ જેનો કુલ ચોખાનો જથ્થો તેમજ ટાટા કંપનીના ટ્રક નંબર GJ04AW1891 ની હાલની બજારકિંમત રૂા. ૫,૦૦,૦૦૦/- થાય છે આ બંન્ને મળી કુલ રૂા.૭,૨૫,૦૦૦/- નો જથ્થો સ્થગિત કરવામાં આવેલ છે.
તપાસણી દરમ્યાન ડ્રાયવરના નિવેદન મુજબ તેઓ દ્વારા કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી ચોખાનો જથ્થો ભરવામાં આવેલ હોવાનું જણાવેલ. જે અન્વયે જિલ્લા પુરવઠા અઘિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે આસી.ડાયરેકટરશ્રી, ગાંધીનગરની ટીમ તથા મામલતદારશ્રી, જામજોધપુર અને ટીમ દ્વારા તા.૨૫/૧૦/૨૦૨૧ ના રોજ વિશેષ તપાસણી અર્થે કડબાલ ગામના વ્યાજબી ભાવના દુકાનદારશ્રી ભાયાભાઇ જીવાભાઇ બેલાની દુકાનની તપાસણી કરવામાં આવેલ અને તપાસણીમાં જણાયેલ ગેરરીતિઓ બદલ દુકાને હાજર કુલ રૂા. ૧,૨૭,૧૮૪/- કિંમતનો તમામ જથ્થો સ્થગિત કરવામાં આવેલ છે તેમજ આ અંગે એફ.પી.એસ. દુકાનદારનો પરવાનો મોકુફ કરવા, પોલીસ ફરીયાદ દાખલ કરવા તેમજ ગેરકાયદેસર ઉતરેલ જથ્થાની વિસ્તૃત તપાસ શરૂ હોય, આ પ્રકરણમાં સંડોવાયેલા તથા ગુન્હાહિત પ્રવૃતિઓ આચરનાર તમામ ઇસમો સામે સખ્ત પગલાં લેવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા સસ્તાં અનાજના પરવાનેદારો વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જામનગર દ્વારા જણાવાયું છે.
વિરેન્દ્રસિંહ પરમાર


