જામનગર
એસપી દિપેન ભદ્રને જણાવ્યું કે, પો.ઇન્સ. સલીમ સાટીની આગેવાની હેઠળની એલ.આઇ.બી. અને ફીલ્ડ નિરીક્ષકોની ટીમ, શહેર અને ગ્રામીણ સંસ્થાઓની ચૂંટણીના વ્યવસ્થીત સંચાલનમાં મદદરૂપ બની સતત તકેદારી રાખવા અને ગુપ્ત માહીતીના સંગ્રહ માટેના તેમના તમામ પ્રયાસો વિશેષ ઉલ્લેખને પાત્ર છે. હું તમારા દરેકનો આભારી છું. હું મારા અંગત સ્ટાફ કે જેમાં પી.એ.-ડ્રાઇવરો, પી.એસ.ઓ., પી.આર.ઓ હાઉસ સ્ટાફ તથા અન્યોનો આભાર માનુ છું. જિલ્લાના પોલીસ વડા તરીકે મારા દરેક ર્નિણયો જામનગરની જનતા અને જામનગર પોલીસના વધુ સારા હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં હતા. મારા કાર્યોને પૂર્ણ કરવામાં અને જામનગરમાં મારા કાર્યકાળને યાદગાર બનાવવા માટે મદદરૂપ બનવા બદલ જામનગર પોલીસના દરેક સભ્યો તથા તમારા પરિવારજનોને હૃદયપૂર્વકની હું મારી કૃતજ્ઞતા અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જામનગર પોલીસની સમગ્ર ટીમને તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમને અને તમારા પરિવારના દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.જામનગરના જાંબાઝ પોલીસ અધિક્ષક દીપેન ભદ્રનની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સાથે કામ કરનારા જિલ્લાના તમામ પોલીસ અધિકારી તેમજ સ્ટાફના તેઓએ ખાસ વખાણ કર્યા હતા. સમગ્ર તપાસ ટીમમાં જેઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે એવા એલ.સી.બી પી.આઈ સુભાષ નિનામા, પી.એસ.આઈ ભાર્ગવ દેવમુરારી, અશ્વિનભાઈ, ભરત પટેલ સહિતના પોલીસ કર્મચારીઓને હીરો ગણાવી અને સર્વે સ્ટાફને શુભેચ્છાઓ આપી હતી. આ તકે એસપી દીપેન ભદ્રને જણાવ્યું કે, હું ભાગ્યશાળી હતો કે મને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૦માં મારી જામનગર ખાતે નિમણૂક કરવામાં આવી હતી. હું છેલ્લા ૧ વર્ષ, ૨ મહિના અને ૨૯ દિવસ સુધી જામનગરમાં હતો ત્યારે આ દિવસો દરમિયાન જે કંઈ હાંસલ કરી શક્યો તે માટે જામનગર પોલીસના દરેક કર્મીઓની મદદથી હાંસલ કરી શક્યો છું જેથી હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું.
